ધ્રાંગધ્રાના મૂળ આંબેડકર નગરના અને હાલ ચુલી તારંગા ધામ ખાતે રહેતા પાયલબેન મેહુલભાઈ શોલંકીએ તેમના જ ભાઈઓ વિરુદ્ધ પોતાના પતિ, સાસુ ઉપર હુમલાની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના મૂળમાં પાયલબેને પોતાના ઘરના વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલ તારંગા ધામ ખાતે તેઓ પોતાના પતિ સાથે સફાઈ કામ સંભાળી ત્યાં જ રહેતા હતા.
તારીખ 5/12 અને મંગળવારના રોજ તેમના સાસુ (ફૈબા) નું પેન્શન લેવા તેઓ પતિ પત્ની અને સાસુ મોટર સાઇકલ લઇ ને ચુડા જવા નીકળ્યા હતા તેં દરમિયાન ધ્રાંગધ્રા પાવર હાઉસ સર્કલ પાસે તેમનો નાનો ભાઈ નવઘણ તેમને જોઈ જતા પ્રેમ લગ્નનો ખાર હોઈ ઉશકેરાઈ જઈને બાઈક સામે નાખી પાયલબેનના પતિ મેહુલભાઈ ને ગાળો ભાંડવા લાગ્યો હતો અને પોતાના નેફામાં થી છરી કાઢી મેહુલભાઈ ઉપર વાર કર્યો હતો
જેમાં મેહુલભાઈ સ્વબચાવમાં ખસી જતા છરીનો કાપો પાયલ બેન ને જ વાગી ને ઉજરડો પડ્યો હતો અને આ દરમિયાન પાયલબેનનો મોટો ભાઈ જીવણ પણ ત્યાં પહોંચી ગયો હતો અને બંને એ થઇ ને તેમના સાસુ ને ઢીંકા પાટુ થી માર માર્યો હતો તેં દરમિયાન આ ઝગડાના દેકારામાં અન્ય ટોળું ભેગું થઇ જતા બંને ભાઈઓ જીવણ તેમજ નવઘણે મેહુલભાઈ ને આજ પછી જ્યાં મળ્યો ત્યાં પૂરો કરી નાખીશું એમ ધમકી આપી નાશી છૂટ્યા હતા.