શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા આગામી તારીખ 14-12-2023, ગુરૂવારના રોજ 45મો સમુહ લગ્નોત્સવ યોજવામાં આવનાર છે. આ માટે વધુ માહીતી માટે જ્ઞાતિના કાર્યાલય : શ્રી જીવરાજ હોસ્પીટલ, ગાયત્રીનગર મેઇન રોડ, ગોપીનાથ કોમ્પલેક્ષ, રાજકોટ ખાતે સંર્પ કરવો. સમુહ લગ્નમાં જોડાવનાર ક્ધયાને વધારેમાં વધારે કરીયાવર દાતાઓ તેમજ જ્ઞાતીના સમાજ શ્રેષ્ઠીઓ તેમજ સમાજના આગેવાનો, બિલ્ડર્સઓ, ડોકટરો, વકીલઓ તેમજ સમાજના દરેક જ્ઞાતિબંધુ તરફથી આપેલ છે. તેમજ હજુ પણ વધારેમાં વધારે કરીયાવર તેમજ દાન માટેની સમાજ દ્વારા અપીલ કરવામાં આવે છે.
45માં સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ: દાતાઓને દિકરીઓને કરીયાવરના દાન માટેની અપીલ
શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયાજ્ઞાતિ સમસ્ત, રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ તેમજ સમુહ લગ્ન સમીતીના પ્રમુખ રશ્મીનભાઇ કાચા તેમજ સમીતીની ટીમ આ માટેનું આયોજન કરી રહેલ છે. સમુહ લગ્નમાં જોડાવનાર ક્ધયાની સમાજ તરફી કરીયાવરમાં સોનાની નાકની ચુક, ચાંદીના સાંકળા તેમજ મોટો કબાટ, સ્ટીલનું બેડુ, ત્રાસ, મસાલીયુ, જાકરીયો, કીચનવેર કીટ, સુટકેસ, મામટનું ટીપ, બે થાળી, વાટકા, ગ્લાસ, લોટા, ચમચીનો સેટ, ચાની કીટલી, કંકાવટી, ઘરચોળુ, પલંગ વગેરે ઘરવપરાશની વસ્તુઓ આપવામાં આવશે. આ ઉપરાંત સમાજના વિવિધ દાતાઓ તરફથી પાનેતર, પી.વી.સી.ની ખુરશીઓ, ભાતાના ડબરા, ચણીયા-બ્લાઉઝ, દિવાલ ઘડીયાલ, સ્ટીલના ટીફીન, સ્ટીલનું બેડુ, ઓછાડ, અતર સ્પ્રે, મુખવાસદાની, બ્લેન્કેટ, ઇલે. સગડી, તપેલી-3 નો સેટ, 20 લીટર પાણીનો કેરબો, પીતળની લોટી, સ્ટીલના બાસ્કેટ, વાસણ રાખવા માટેના કુકર, સ્ટીલની પવાલી, ચાંદીની બિંદીયા, બેડોલ, ડબરા સ્ટીલના, ચીલી કટર, ખમણી, પાટલા, સાડી, કાચના બાઉલ સેટ, સેન્ડવીચ મશીન, ચાંદીના ઝુડા, સ્ટીલની બરણી, બ્લેન્ડર, ડિનર સેટ, ટી સેટ, બંગડી ડઝન, કટલેરી સેટ, સ્ટીલના બાઉલ સેટ, સ્ટીલની થાળી વાટકાનો સેટ, પ્લા.ડબાનો સેટ, કાંસાનું બાઉલ, સ્ટીલનું મીલકન, ફ્રાયપેન, કાંડા ઘડીયાલ, જગ, સ્ટીલની ડોલ, ત્રાંબાનો લોટ, સ્ટીલના સંચા, બ્લેન્ડર, નોનસ્ટીક તવા, સેન્ડવીચ ટોસ્ટર, ટ્રાવેલીંગ બેગ, ઉપરાંત સમાજના દાતાઓ તરફથી આપવામાં આવે તેવી ઘર ઉપયોગી વસ્તુઓ દરેક ક્ધયાઓની કરીયાવર આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટમાં અગાઉ પણ સમુહ લગ્ન સમીતીના પ્રમુખ છગનભાઇ કાચા તેમજ સમાજની સમગ્ર ટીમ દ્વારા ખુબ બહોળા પ્રમાણમાં કરીયાવર અને જમણવાર સાથે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતુ. હાલમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા ખાસ જણાવવામાં આવેલ છે કે આ સમુહ લગ્નમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્નેમાંથી 13 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. જે સુચવે છે જ્ઞાતિ સમસ્ત દ્વારા કોઇપણ પ્રકારના ભેદભાવ કરવામાં આવતા નથી. હાલારી હોય, કાઠીયાવાડી હોય, જુનાગઢી હોય, ઘેડ પંથક હોય કોઇપણ જગ્યાનો કડીયાના દિકરા-દિકરીઓ તે સર્વે કડિયા છે. જે સુત્ર સાર્થક કરે છે.
આ સમુહ લગ્નના આયોજન બાબતે નરેન્દ્રભાઇ સોલંકી જણાવે છે કે “લોકો આપે દિકરીઓના દાન, આપણે આપી કરીયાવરના દાન, આ દિકરીઓ સમાજની જ છે તો આ તકે કડિયા સમાજે ફુલ નહી તો ફુલની પાંખડી આપી સહકાર આપવો તે આપણી નૈતીક ફરજ છે. આ સમુહ લગ્નમાં દરેક દિકરીઓને આર્શીવાદ આપવા માટે કડિયા સમાજના દરેક અગ્રણીઓ અને સમાજના દરેક લોકોને આર્શીવાદ આપવા માટે ભાવભર્યુ નિમંત્રણ છે.45માં સમુહ લગ્નમાં પધારનાર દરેક પ્રમુખો, સમાજના શ્રેષ્ઠીઓ, વેપારીઓ, વડીલો, માતાઓ, બહેનો, ભાઇઓ તેમજ 13 નવદંપતિના મહેમાનો માટે સવારે નાસ્તો તેમજ બપોરે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તો સર્વે જ્ઞાતિ બંધુઓ સાથે ભોજન મહાપ્રસાદ લેવા પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીનું ભાવભર્યુ નિમંત્રણ છે. આ સમુહ લગ્ન સમિતિમાં જે કોઇ દિકરીઓને દાન-ભેટ આપવી હોય તેમજ સમાજમાં દાન ભેટ આપવુ હોય તો ઓનલાઇન શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ સમુહ લગ્ન સમિતિ, બેંક ઓફ ઇન્ડીયા, IFSC: BKID000 03100, A/c. No.310 010 10061963 પર સ્વીકારવામાં આવશે અને રોકડ દાન ભેટ માટે સંપર્ક : તેજસભાઇ ગાંગાણી – 94269 87635, સંજયભાઇ ગાંગાણી – 9427720096 કરવો.