સોમનાથ, પ્રભાસ પાટણમાં કાલ ભૈરવ ના પ્રાચીન સ્થાનકો છે.પ્રભાસ પાટણમાં પાટચકલા ખાતે દક્ષિણ તરફની દિવાલ ઉપર કાલ ભૈરવનું સ્થાનક છે.
તેવી જ રીતે પ્રભાસના ત્રિવેણી સંગમ ખાતે આવેલ સ્મશાન ગૃહ પાસેના મહાકાલી મંદિરેે પણ કાલ ભૈરવનું સ્થાનક છે. આ ઉપરાંત પ્રતિવર્ષ હોળી ધુળેટીના તહેવારોમાં શ્રઘ્ધાળુઓ પ્રભાસ પાટણ પાટચકલા, રામરાખ ચોક અને વેરાવળ ખાતે બે દિવસ પુરતી કાલ ભૈરવની પ્રતિમા બનાવાય છે. જેના પુજન, દર્શન, આસ્થા, માનતા રખાય છે.
તો જુનાગઢના બહાઉદ્દીન કોલેજ પાસેના રેલવે ફાટક પાસે પણ 100 વારસ ઉપરાંતનું કાલ ભૈરવનું મંદિર આવેલ છે. પ્રભાસમાં કાલ ભૈરવ સ્થાનકોએ હોમ, હવન, પ્રસાદ વિશેષ પુજા કાર્યક્રમો યોજાયા છે.