રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં જૂન-2024થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડિસેમ્બરના પ્રથમ અને દ્વિતિય સપ્તાહમાં જ ફોર્મ વિતરણ શરૂ કરી દેવાશે અને સંભવત ડિસેમ્બર અંત અથવા તો જાન્યુઆરીની શરૂઆત સુધીમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. હાલમાં સ્કૂલોએ બાલવાટિકા અને કે.જી. માટેની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બાકીના ધોરણો માટેની પ્રવેશ કાર્યવાહી વાર્ષિક પરીક્ષાના પરિણામ પછી ખાલી પડનારી જગ્યાઓના આધારે કરવામાં આવશે. આ વખતે સ્કૂલો દ્વારા ઓનલાઈન પ્રવેશ માટેની કાર્યવાહી પર ભાર મૂક્યો છે, જ્યારે હજુ કેટલીક સ્કૂલોએ ફોર્મ વિતરણ કરી પ્રવેશ આપવાનું આયોજન કર્યું છે.
હાલમાં સ્કૂલોએ બાલવાટિકા અને કે.જી. માટેની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે: બાકીના ધોરણો માટેની પ્રવેશ કાર્યવાહી વાર્ષિક પરીક્ષાના પરિણામ પછી ખાલી પડનારી જગ્યાઓના આધારે કરવામાં આવશે
રાજ્યમાં જૂન-2024થી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટેની કાર્યવાહી સ્કૂલો દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક સ્કૂલોમાં બાલવાટિકા અને કે.જી. માટેની પ્રવેશ કાર્યવાહી હાલમાં શરૂ કરવામાં આવી છે. આ માટે સ્કૂલો દ્વારા પ્રવેશ ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડિસેમ્બરના પ્રથમ અને બીજા સપ્તાહમાં પ્રવેશ ફોર્મનું વિતરણ અને સ્વિકારની કામગીરી હાથ ધરવામાં આવશે. એકવાર ફોર્મ ભરાઈને પરત મળ્યા બાદ સ્કૂલો દ્વારા પ્રવેશ માટેની યાદી બહાર પાડવામાં આવશે.
દર વર્ષે સ્કૂલો દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવતી હોય છે. જે અનુસાર આ વખતે પણ ડિસેમ્બર માસની શરૂઆતમાં જ સ્કૂલોએ પ્રવેશ કાર્યવાહી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં સ્કૂલો દ્વારા પ્રવેશ માટેની યાદી તૈયાર કરી દેવામાં આવશે. આમ, જાન્યુઆરી સુધીમાં તમામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનું આયોજન કરાયું છે. હાલમાં રાજ્યની મોટા ભાગની સ્કૂલોએ પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ નાની ગણાતી સ્કૂલો દ્વારા જાન્યુઆરી માસમાં પ્રવેશ કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.