તા. ૫.૧૨.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૮૦, કારતક વદ આઠમ, કાલાષ્ટમી, ભૈરવાષ્ટમી, કાલભૈરવ જ્યંતી, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, બાલવ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે, આકસ્મિક લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

વૃષભ (બ,વ,ઉ): સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

કર્ક (ડ,હ)      : માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ન થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.

તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદમાં પસાર થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

બારમે રાહુ વ્યક્તિને મુખ્ય પ્રવાહથી દૂર કરતા જોવા મળે છે

અગાઉ અત્રે લખ્યા મુજબ સમુદ્રમાં અજીબો ગરીબ ઘટનાઓ અને સબમરીનને લગતી બાબતો અને અન્ય સમાચારો સાંપડી રહ્યા છે તો વૃષભ રાશિ પર કેતુ અને મંગળ ની દ્રષ્ટિ આવી રહી છે જે આ સમયમાં દાંત અને પેઢાના દુખાવાના કેઈસ વધારી રહી છે અને અનેક લોકો દાંતની સમસ્યામાં થી પસાર થઇ રહ્યા છે વળી મોટા પરિવાર અને કુટુંબમાં મતમતાંતરના કિસ્સા સામે આવી રહ્યા છે! ગોચર ગ્રહોની વાત કરીએ તો દેવગુરુ બૃહસ્પતિ અને દાનવગુરુ શુક્ર સામસામેથી પસાર થઇ રહ્યા છે જે પરિસ્થિતિમાં વિરોધાભાસ સર્જી રહ્યા છે વળી સૂર્ય અને મંગળ વૃશ્ચિકમાં ગૂઢ રીતે ઘણી રણનીતિ તૈયાર કરી રહ્યા છે! કાળપુરુષની કુંડળીથી બારમે રાહુ મોડી રાત્રી સુધીના કાર્યો વધારે છે અને સવારના વહેલા થતા કાર્યો પર કાપ મૂકે છે પરંતુ આ સમયમાં સાવધ રહી ને બ્રહ્મમુહૂર્તમાં સાધના કરવાનો વિશેષ મહિમા છે જેથી ક્રૂર ગ્રહોની અસરને કાપી શકાય. આજરોજ મંગળવાર ને કાલાષ્ટમી, ભૈરવાષ્ટમી, કાલભૈરવ જ્યંતી છે જે વિષે અગાઉ લખી ચુક્યો છું આ દિવસોમાં ક્રૂર ગ્રહોને શાંત કરવા ભૈરવ ઉપાસના અને દુર્ગા ઉપાસના સારું કામ આપે છે બારમે રાહુ બંધન યોગનું નિર્માણ કરે છે જે વ્યક્તિને કોઈ ને કોઈ રીતે બંધન નો અનુભવ કરાવે છે આ અસરને દૂર કરવા માટે દુર્ગા ઉપાસના સારું કામ આપે છે બારમે રાહુ કારાવાસથી , હોસ્પિટલ  થી કે અન્ય કારણથી વ્યક્તિને મુખ્ય પ્રવાહથી દૂર કરતા જોવા મળે છે માટે આ સમયમાં પ્રયત્ન પૂર્વક સત્કાર્ય કરવા જોઈએ અને સમાજના મુખ્ય પ્રવાહ માં રહેવા પ્રયત્ન કરવો જોઈએ!

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.