ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ખાતે ઉજવાયો વિશ્વ દિવ્યાંગ દિવસ
દિવ્યાંગોની શિક્ષણ- પ્રશિક્ષણ માટે સ્થાપેલ મંત્ર ફાઉન્ડેશનમાં 70 થી વધુ બાળકોને પગભર કરવાનો પ્રયાસ: દિવ્યાંગ ‘મંત્ર’ એ સ્વીમીંગમાં દેશ-વિદેશમાં સુવર્ણ ચંદ્રકો મેળવતા વડાપ્રધાને બાળ પુરસ્કાર એવોર્ડથી નવાજયા હતા
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નર સેન્ટર દ્વારા ખાસ રીતે ઠજ્ઞહિમ ઉશતફબશહશિું ઉફુની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત માટે અબુ ધાબી ખાતે યોજાયેલ ૂજ્ઞહિમ તીળળયિ તાયભશફહ ઘહુળાશભત-2019માં બે સુવર્ણચંદ્રકો જીતનાર મંત્ર હરખાણી પધાર્યા હતા. મંત્ર હરખાણીની સિદ્ધિઓ તેમના માતા બીજલબેન હરખાણી દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેઓ ખુદ તેમના બાળક માટે શિક્ષક બન્યા હતા. સામાન્ય રીતે બાળકો પોતાના માતા-પિતાના નામથી ઓળખાતા હોય છે પણ અમે અમારા દિવ્યાંગ બાળકના નામથી ઓળખ પામનારા એક વિશિષ્ટ વાલી છીએ. આ કથન છે રાજકોટના બીજલબેન હરખાણીનું. દરેક માતા-પિતા માટે પુત્ર જન્મ સુખદ હોય છે. પણ જયારે જન્મેલ બાળક દિવ્યાંગતા સાથે જન્મે ત્યારે ઘણું આઘાતજનક હોય છે.
મંત્ર હરખાણી જન્મથી જ ડાઉન સિન્ડ્રોમ નામની જીનેટિકલ પરિસ્થિતિ સાથે જન્મેલ દિવ્યાંગ બાળક છે. આ પરિસ્થિતિ સાથે જન્મેલ વ્યક્તિનો બુદ્ધિઆંક સામાન્ય વ્યક્તિની સરખામણીએ હમેશા 50% ઓછો રહે છે તેથી તેઓ આજીવન દરેક પ્રવૃતિઓ સમય કરતાં મોડી શીખે છે અથવા શીખી શકતા નથી. મંત્રને નાનપણમાં ચાલવા, બોલવા, સમજવામાં, વાંચવામાં, લખવામાં, સમાજ સાથે હળવા મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પણ પોતાના સંતાનો માટે હાર માને નહિ તે માં દિવ્યાંગ બાળક મંત્ર માટે જે કંઈપણ કરવું પડતું તે કર્યું. તેણે પોતાના બાળકના શિક્ષણ માટે ખાસ પ્રકારનું શિક્ષણ-પ્રશિક્ષણ મેળવ્યું. ભગવાન મંત્રને એક તકલીફ આપી તો સામે ઘણી વિશેષ આવડત પણ આપી.
આ સિદ્ધાંત મુજબ મંત્રને નાનપણથી જ પાણી પ્રત્યે ખુબ લગાવ હતો એ જોઈ તેના માતા-પિતાએ તેને તૂશળળશક્ષલ ની તાલીમ અપાવવાનું શરુ કર્યું પોતાના બાળકની રસ-રૂચિ પ્રમાણે તેને તરણ (તૂશળળશક્ષલ)માં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. મંત્રએ પણ તરણમાં આગળ વધવા માટે કોઈ કશાશ ના રાખી એને 8 વર્ષની અથાગ મહેનત બાદ મંત્ર રાજ્ય કક્ષાએ, ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ તૂશળળશક્ષલની સ્પર્ધાઓમાં ઝળકવા લાગ્યો. માત્ર 16 વર્ષની નાની વયે મંત્રએ અબુ ધાબી ખાતે યોજાયેલ ૂજ્ઞહિમ તીળળયિ તાયભશફહ ઘહુળાશભત-2019માં ભારતનું પ્રતિનિધિત્વ કરી 190 દેશના પ્રતિસ્પર્ધીઓને માત આપી આપણા દેશને માટે ગૌરવશાળી 2 સુવર્ણચંદ્રક જીત્યા. અ ઉપરાંત મંત્રએ રયિય તિુંહય તથા બફભસ તિજ્ઞિંસય બંને રમતોમાં પ્રથમ ક્રમાંક મેળવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. મંત્રની આ સિદ્ધિઓને બિરદાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેને દેશનો પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ-2021 મળ્યો. મંત્ર તૂશળળશક્ષલ સિવાય ડાન્સ, યોગા, કમ્પ્યુટરનું પણ જ્ઞાન ધરાવે છે.
આ યાત્રા ફક્ત મંત્ર સુધી જ સિમિત ના રહી. આ યાત્રાના સફળતામંત્રે તેના માતા-પિતા માટે મંત્રની ક્ષિતિજ ઓળંગીને અનેક દિવ્યાંગ બાળકોને શિક્ષણ-પ્રશિક્ષણ આપવા માટેનો જીવનમંત્ર બનાવ્યો. તેમણે દિવ્યાંગ બાળકોના શિક્ષણ-પ્રશિક્ષણ માટે મંત્રના નામથી મંત્ર ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થામાં વર્તમાનમાં 70થી પણ વધુ દિવ્યાંગ બાળકોને વિશિષ્ટ શિક્ષણ અને વ્યવ્સ્સાયિક તાલીમ આપી તેમને જીવનમાં પગભર બનાવવાનો સુંદર પ્રયાસ આ સંસ્થા અને બીજલબહેન, જીતેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે.