આયુર્વેદની દ્રષ્ટિએ આમળાને શિયાળામાં શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. વિટામીન સી થી ભરપુર આમળામાં ભરપુર પોષકતત્વો જેવા કે એન્ટી ઓકસીડેન્ટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશ્યમ વગેરે પોષક તત્વો હોય આમળા અનેક રોગોમાં આશિર્વાદ રૂપ ઔષધ છે.
પાચન ક્રિયામાં ફાયદો થવા ઉપરાંત ડાયબીટીસ નિયંત્રણમાં રહે છે. વજન ઘટાડવામાં ખુબ જ મદદરુપ થાય છે. આમળાની વિશેષતાએ છે કે માસિક સ્ત્રાવ નિયમિત કરવા ઉપરાંત ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. હ્રદય સંબંધી સમસ્યાઓમાં રાહત સાથે આમળાનું નિયમિત સેવન કરવાથી ત્વચા અને વાળની સમસ્યાઓ માટે પણ આશિર્વાદ રૂપ છે.
આયુર્વેદમાં આમળાને પ્રકૃતિનું વરદાન કહ્યું છે. ‘હર દર્દ કે એક દવા’ આ કહેવત આમળા જાણે કે સાર્થક કરતું હોય તે તંદુરસ્તી માટે અમૃત સમાન ગણાતા આમળા નજરે ચડે છે.
આમળા અથાણુ, મુખવાસ, શાક, મુરબ્બો વગેરે રૂપમાં લઇ શકાય છે. પરંતુ આમળાએ તંદુરસ્તી માટે શિયાળાનું અમૃત ફળ માનવામાં આવે છે. નરણા કોઠે એટલે કે ખાલી પેટે આમળાનું સેવન ખુબ જ ફાયદાકારક હોવાનું આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા જણાવાય છે.