સેવિંગ કરનારી બ્લેડ તમે કોઈપણ કંપનીની ખરીદી લો, પરંતુ જ્યારે તમે તેનું પેકેટ ખોલશો તો તેની ડિઝાઈન એક જેવી જ જોવા મળશે. ચાલો જાણીએ તેની પાછળનું શું છે કારણ.
દુનિયાભરમાં બ્લેડ બનાવનારી ઘણી કંપનીઓ છે, પરંતુ તમામ બ્લેડની ડિઝાઈન એક જેવી હોય છે. સૌથી મોટી વાત છે કે ડિઝાઈન આજથી નથી. પરંતુ, 1901થી આ જ ડિઝાઈન ચાલી રહી છે.
જણાવી દઈએ, 1901માં પહેલીવાર એક કંપનીએ બ્લેડની ડિઝાઈન બનાવવામાં આવી હતી, ત્યારે તેનો આકાર એવો જ હતો જેવી આજકાલ બ્લેડની ડિઝાઈન જોવા મળી રહી છે.
આ કંપની જેણે પહેલીવાર બ્લેડની ડિઝાઈન અને બ્લેડનું ઉત્પાદન કર્યુ હતું, તે બીજી કોઈ નહીં જિલેટ કંપની જ હતી અને તેની સંસ્થાપક કિંગ કેપ જિલેટ હતી. જોકે, આજે જિલેટની શેવિંગ રેઝરની ડિઝાઈનમાં બદલાવ જરુર કરવામાં આવ્યો છે.
શરુઆતી સમયમાં જિલેટ કંપનીએ બ્લેડ માટે પેટેન્ટ કરાવી લીધી હતી. જોકે, પેટેન્ટના ખતમ થયાં બાદ ઘણી બીજી કંપનીઓએ બ્લેડનું ઉત્પાદન શરુ કર્યું. પરંતુ, તમામ કંપનીએ જિલેટ કંપની દ્વારા બનાવવામાં આવેલી બ્લેડના આકારની જ બ્લેડ બનાવી.
હકીકતમાં, એક જેવો જ બ્લેડનો આકાર બનાવવા પાછળ અન્ય કંપનીની મજબૂરી એ હતી કે ઘણાં વર્ષો સુધી જિલેટ કંપની જ રેઝર બનાવતી હતી અને તેના દ્વારા બનાવવામાં આવેલી બ્લેડનો આકાર રેઝરમાં ફિટ થતો હતો. તેથી, તમામ કંપનીઓને બ્લેડનો આકાર એક જેવો જ રાખવામાં આવ્યો.
જોકે, આજે બ્લેડનો ઉપયોગ રેઝરમાં ઓછું અને અસ્તરામાં વધારે થાય છે. હકીકતમાં, જિલેટે જ્યારે પોતાના એડવાન્સ રેઝર બજારમાં લૉન્ચ કર્યુ ત્યારથી પારંપારિક રેઝરનો ઉપયોગ ઓછો થઈ ગયો. આજે બજારમાં તમને 10 રુપિયાથી લઈને 100 રુપિયા સુધી સ્માર્ટ રેઝર મળી જશે.