ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે રાયપુરમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યું છે. તેની સાથે 5 મેચોની આ સીરિઝ પર કબજો મેળવી લીધો છે. વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવે કેપ્ટનશિપ ડેૂબ્યૂ સીરિઝમાં જીતની હાંસલ છે. આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ પર 174 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ પર માત્ર 154 રન જ બનાવી શક્યું હતું.
આફ્રિકા સીરીઝમાં રમાવવામાં આવનારી ટી20 માં પડતા મુકાયેલા અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડ્યું
ભારતના રિંકૂ સિંહે 46 રન બનાવ્યા હતા જેમાં તેણે 29 બોલ પર 4 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 28 બોલ પર 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારીને 37 રનનું યોગદાન આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડે 32 જ્યારે વિકેટકીપર જિતેશ શર્મા 19 બોલ પર 1 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારતા 35 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે બેન ડ્વારશુઈસે 3 વિકેટ લીધી હતી. જેસન બેહરેનડોર્ક અને તનવીર સાંઘાએ 2-2 વિકેટ લીધી હતી. આરોન હાર્ડીએ 1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા લક્ષ્યાંકનો પીછો કરતા 52 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. રવિ બિશ્રોઈએ ઓપનર જોશ ફિલિપને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. પછી અક્ષર પટેલે સતત 3 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ ઉપર ધકેલી દીધું હતું. કેપ્ટન મેથ્યુ વેડ અંત સુધી અડગ રહ્યો હતો જેણે 23 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 36 રનનું યોગદાન આપ્યું. ઓપનર ટ્રેવિસ હેડે પણ 31 રન બનાવ્યા હતા. સ્પિનર અક્ષર પટેલે 16 રનમાં 3 વિકેટ લીધી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી હતી, પરંતુ 44 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈ અને અવેશ ખાનને 1-1 વિકેટ મળી હતી. આફ્રિકા સીરીઝમાં રમાવવામાં આવનારી ટી20 માં પડતા મુકાયેલા અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડ્યું
ભારતે ટી20માં સૌથી વધુ જીત મેળવવાનો રેકોર્ડ બનાવ્યો
ભારતીય ટીમે ચોથો ટી20 મેચ જીત સાથે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે મેચ જીતીને એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતે 213 મેચોમાંથી 136 જીતી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડ્યું છે. પાકિસ્તાનના ખાતામાં ટી20 આંતરારાષ્ટ્રીયમાં 135 મેચ જીતી છે અને ભારત તેનાથી આગળ નીકળી ગયું છે. જ્યારે ભારતે ઘર આંગણે સળંગ 14મી સિરિઝ જીતી છે.