રાજકોટ શહેરના રૈયા ગામે માવતર ના ઘરે વિસામણે રહેલી પરણીતા સાથે રહેલા પુત્રીને રમાડવા આવેલા જમાઈ પર સસરા,સાળા સહિતનાં ચાર શખ્સ માર મારતાં વચ્ચે બચાવવા પડેલા માતા અને બે પુત્રોને પણ માર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની વિગત મુજબ,શહેરના હુડકો ચોકડી પાસે મારુતિ નગર શેરી નંબર રહેતા દિગંત ઉર્ફે નારણભાઈ ભીમજીભાઈ ચાવડિયા એ યુનિવર્સિટી પોલીસ મથકે રૈયાગામ શેરી નં 8 માં રહેતાં સાળા વિક્રમ હેમંત ટોયટા , સસરા હેમંત કરણા ટોયટા, દલા કરણા ટોયટા અને કાના દલા ટોયટા સામે ધોકા પાઇપ અને છરી વડે હૂમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીમાં જણાવ્યા પ્રમાણે તેની બહેનના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ સામસામે થયાં છે. તેની બહેન લગ્ન રૈયાગામના વિક્રમ સાથે થયાં છે.
રિસામણે પત્ની પાસે રહેલી પુત્રીને રમાડવા ગયેલા જમાઈ પર સસરા પરિવારના ચાર શખ્સનો હુમલો: ઝધડામાં વચ્ચે પડેલા માતા અને ભાઈઓને ઢોર માર માર્યો
ફરિયાદીના લગ્ન વિક્રમભાઇની બહેન સાથે થયા છે.તેઓના ભાઈ બહેનનાં લગ્ન સામસામે થયા હોય મનમેળ ન આવતા ગત તા 24 એ સસરા હેમંતભાઈ ફરિયાદીની પત્નીની એકમાસની દીકરીને તેડી ગયાં હતાં. બાદ ફરિયાદી અને તેની માતા રૈયાગામમાં રહેતા સંબંધીને ત્યાં ગયા હતા.જ્યાંથી ફરિયાદીના સસરાનું ઘર નજીક હોય તો પોતાની દીકરીને રમાડવા ગયા હતા અને ત્યાં સાળા વિક્રમભાઈ તમે અહી શા માટે આવ્યા છો એમ કહી ઉશ્કેરાઇને ગાળો આપી હતી વિક્રમના પિતા હેમંતભાઈ, કાકા દલાભાઈ અને પિતરાઈ કાના સહિત ચાર શખ્સોએ જમાઈ દિગંતને ધોકા પાઇપ વડે માર માર્યો હતો.
આ ઝગડામાં વચ્ચે પડેલા ફરિયાદીના ભાઈ પારસ અને મોટાબાપુ દીકરા મોતિભાઈનેને પણ આ ચાર શખ્સોએ માર મારી .સાળા વિક્રમે ફરિયાદીના ભાઈ પારસને છરીનો ઘા ઝીંકી દેતાં ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હુમલામાં ઘાયલ થયેલા દિગંત , કિશોરીબેન , પારસ અને મોતીભાઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી રૈયાગામના વિક્રમ ટોયટા,હેમંત ટોયટા, દલા ટોયટા અને કાના ટોયટા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.