વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, દાયકાઓ પહેલા પ્રબુદ્ધ તત્વચિંતકોએ એ ભવિષ્યવાણી કરી હતી કે 21મી સદીમાં વિશ્વનું નેતૃત્વ ભારતના હાથમાં હશે, હવે એ દિવસો આવી ગયા હોય તેમ અનેક ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે સ્વીકૃત બનતું જાય છે. કૃષિ વિજ્ઞાન ટેકનોલોજી અને અવકાશ સંશોધનમાં ભારતની રાહબરી હેઠળ અનેક વિકસિત દેશો પ્રગતિ કરી રહ્યા છે, સાથે સાથે આર્યુવેદિક ચિકિત્સા પદ્ધતિ ના ભારતીય વારસાને વૈશ્વિક તજજ્ઞ બુદ્ધિજીવીઓ ની સર્વસ્વીકૃતિ મળી રહી છે.
વિશ્વમાં કોરોનાની લહેર પછી આરોગ્ય પ્રત્યેની “સજાગતા’ અને સારવાર પદ્ધતિમાં આડઅસર વગરની દવા અને આહાર નું મહત્વ સમજાયું છે, ત્યારે કોઈ પણ પ્રકારની આડઅસર વગર તમામ જટિલ રોગોની સારવાર આર્યુવેદિક ઉપચાર પદ્ધતિમાં ઉપલબ્ધ છે, ત્યારે આડઅસર વગરની ઉપચાર સારવાર માટે સમગ્ર વિશ્વમાં આર્યુવેદિક ચિકિત્સા નું મહત્વ વધતું જાય છે, તાજેતરમાં જ ભારતની તબીબી શિક્ષણનું નિયમન કરતા નેશનલ મેડિકલ કમિશનના નવા લોગોમાં આર્યુવેદ આચાર્ય ધન્વંતરી ની છબી ને સ્થાન આપવામાં આવ્યું છે ,નેશનલ મેડિકલ કમિશનના લોગો માં આયુર્વેદને અપાયેલા પ્રાધાન્ય પાછળ એક જ સંદેશો જાય છે કે દુનિયાને આયુર્વેદ વગર આજે નહીં તો કાલે નહીં જ ચાલે.. આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં નિર્દોષ દોષ રહિત ઔષધીઓ જટિલ રોગની મૂળ માંથી સારવાર અને એક વખત કોઈપણ રોગની અસરકારક આર્યુવેદિક સારવાર પછી રોગનો ઊથલો કે દવાના આડસરની કોઈ દહેશત આર્યુવેદ દવાઓમાં રહેતી નથી.
ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ સદીઓ નહીં પરંતુ યુગો જૂની સફળ પદ્ધતિ માનવામાં આવે છે, આધુનિક યુગમાં પણ મોર્ડન મેડિકલ સાયન્સ ઘણા લોકોને” લા ઇલાજ “ગણે છે તેવા રોગો ની સારવાર ઉપચાર અને નિર્મૂલનની પદ્ધતિ આર્યુવેદમાં ઉપલબ્ધ છે, અલબત્ત કમનસીબી એ રહી છે કે ભારતની અનેક અમૂલ્ય વિરાસતોની જેમ આર્યુવેદ ની નકલ કરનારી એલોપેથીક અને અન્ય પદ્ધતિઓનો પ્રચાર ના અતિરેકથી અસરકારક આર્યુવેદ થોડા સમય માટે વિસરાઈ ગયો હતો, પરંતુ હવે ફરીથી લોકોને આયુર્વેદની અસરકારકતા સમજાય છે . નેશનલ મેડિકલ કમિશનના લોકોમાં આર્યુવેદને અપાયેલા પ્રાધાન્યથી માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના ચિકિત્સા જગતમાં આર્યુવેદ અંગે સન્માનની ભાવના જાગશે અને તેનો લાભ લેનારાઓની સંખ્યા વધશે પ્રદૂષણ અને સતત પણે ફેલાઈ રહેલા રોગચાળા વચ્ચે આયુર્વેદિક સુરક્ષા કવચ માનવ સમાજને અપનાવ્યા વગર હવે છૂટકો જ નહીં રહે તે વાત દુનિયા સ્વીકારવા લાગી છે