તાજેતરમાં એક સંશોધનમાં લોકો દારુ ઢીંચીને અંગ્રેજી બોલવા હોવાના તારવો બહાર આવ્યા હતા. ત્યાર બાદ હવે દારુ પીને બેધડક અને વ્યવહાર પાછળ ક્યા કારણો જવાબદાર છે તે અંગે અભ્યાસમાં ઘણા રહસ્યો ખુલ્યા છે. દારુ પીધા બાદ વ્યક્તિનો ખચકાટ દુર થાય છે.
દારુના નશાનો પ્રભાવ વ્યક્તિની ભાષાકીય ક્ષમતા ઉપર પડે છે. આ વિચાર અત્યાર સુધી તો માત્ર આધાર વગર જ સ્વીકારાયો હતો. જો કે હવે આ વાતને વૈજ્ઞાનિક પૂરાવા પણ મળી ચુક્યા છે. દારુ પીધા બાદ તેની અસર સીધી મગજ ઉપર જતા વ્યક્તિ બેધડક મનમાં આવે તે બોલી નાખે છે.
તે શું બોલે છે તેનો આધાર દારુ કેટલા પ્રમાણમાં પીધો છે તેની પર રહે છે. સાયન્સ મેગેજીન જર્નલ ઓફ સાઇકોફાર્માકોલોજીના એક લેખમાં વર્ણવેલા સંશોધન અનુસાર થોડા પ્રમાણમાં દારુ બીજા ભાષા બોલવા માટે મદદરુપ થાય છે. દારુ પીવાથી ખચકાટ આપોઆપ દુર થઇ જાય છે. અને વ્યક્તિ બેખૌફ બોલવા લાગે છે.