સમુદ્રની વચ્ચે આલિશાન ટાઇટેનિકના ખુણામાં હાથ ફેલાવી ઉભેલા જેક અને રોઝ તો તમને યાદ જ હશે, દુનિયાની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક એવી ટાઇટેનિક ૨૦ વર્ષો બાદ ફરી આવી રહી છે. પરંતુ જો તમે ટાઇટેનિકની સીક્વલનું વિચારી રહ્યા છો તો એવું કશું જ નથી. નવેમ્બર ૧૯૯૭ જાપાનના ટોકિયોથી પોતાની સવારી કરી રહેલા જેમ્સ કેમરુનની ટાઇટેનિક ફિલ્મના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેને થ્રીડી અને ડોલ્બીમાં રીલીઝ કરવામાં આવશે, આ ડિસેમ્બરે આ ફિલ્મ અમેરિકામાં રીલીઝ થશે.
ત્યાંના સિનેમાઘરોમાં એક સપ્તાહ સુધી આ ફિલ્મ દર્શાવવામાં આવશે પરંતુ ભારતમાં નહી, ભારતમાં ટાઇટેનિક ફક્ત ઓનલાઇન જોઇ શકાશે, ફિલ્મોના બધા જ સુંદર દ્રશ્યોને સારામાં સારી આધુનિક ટેકનિકથી બનાવ્યા બાદ તેનું ટ્રેલર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ફરીથી લોકો નિહાળી શકે અને અદ્ભૂત આનંદ મેળવી શકે માટે ખાસ રીતે ફરીથી તૈયાર કરવામાં આવી છે જેનો ઓનલાઇન સૌ કોઇ લાભ લઇ શકશે.