ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ. આ બંને હાલ ગુજરાતના માથા પર સંકટ બનીને મંડરાઈ રહ્યાં છે. હાલ આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયા છે. જેને કારણે ક્યારે અને ક્યાં વરસાદ પડે તે કહી ન શકાય. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે.
આજથી પાંચ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
પરંતું આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો રાજકોટનું 14.2 ડિગ્રી અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે.
જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે. જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે. બોક્સ-1 હેડિંગ: દાહોદ પંથકમાં સવારથી કમોસમી વરસાદ દાહોદનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ શહેર સહિત આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વરસાદના પગલે ઠંડીમાં વધારો થયો છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. 15 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે રહ્યો હતો. 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ભૂજ, રાજકોટ, કેશોદમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું.