ચાલો આજથી ફરી વોહી રફતાર ‘સ્કુલ ચલે હમ’ શરુ થઇ ગઇ, 9 નવે.થી ર9 નવેમ્બર ર1 દિવસના વેકેશનની મોજ મઝા માણ્યા બાદ છાત્રો અને શિક્ષકોના કંટાળા વચ્ચે શિક્ષણ કાર્ય પ્રારંભ થશે. હવે પ્રારંભથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી સેમેસ્ટર પઘ્ધતિ હોવાથી જે તે સત્રની તમામ કામગીરી મૂલ્યાંકન વિગેરે પૂર્ણ થઇ ગયું હોવાથી, છાત્રોને જુનુ યાદ રાખવાની જરુર હોતી નથી. નવું સત્ર પ્રારંભ થતાં નવા પુસ્તકોને નવું વાતાવરણ આજથી પ્રારંભ થઇ જશે. નાના બાળકો સાથે મોટા છાત્રોએ પણ દિવાળીની રજામાં જલ્સા સૃાથે આનંદમય માહોલમાં સમય પસાર કર્યો હોવાથી સ્કુલ બેગ ખોલી જ હોવાથી પ્રથમ દિવસે ઘણું ભૂલાઇ જતું જોવા મળે છે.
દિવાળી પહેલા પૂર્ણ થયેલ સત્રમાં 1ર4 દિવસ શાળાઓ ચાલી હતી, તો આજથી શરુ થતાં નવા સત્રમાં હવે 1ર7 દિવસ શાળા ચાલશે. આગામી ઉનાળુ વેકેશન 6 મે 2024 થી 7 જુન 2024 સુધી 3પ દિવસનું રહેશે. વેકેશન, જાહેર રજાના અને સ્થાનીક રજાના કુલ 80 દિવસ શાળાઓ બંધ હોય છે. દિવાળી વેકેશન રજાઓ ઓછી આવતી હોવાથી એવરેજ ર4 દિવસ શાળા ચાલતી હોય છે. આ નવા સત્રના અંતે ધો. 10-1ર ની બોર્ડની પરીક્ષા આવતી હોવાથી આવા છાત્રો અને તેના પરિવારોએ તો વેકેશન ભોગવ્યું જ ન હોય, દિવસ-રાતની મહેનત બાદ છાત્રોને સફળતા મળતી હોય છે.
પ્રથમ સત્ર પૂર્ણ થયુંને ટેસ્ટ પણ લેવાયા બાદ દિવાળીનું ર1 દિવસ પૂર્ણ થતાં હવ નવા સત્રનો પ્રારંભ થશે: બીજા સત્રના નવા પુસ્તકો સાથે નવી તૈયારીમાં છાત્રો કાર્યરત
રજાનું વેકેશન કે વેકેશનની રજામાં જલ્સા કર્યા બાદ છાત્રોને પ્રારંભે રસ-રૂચી ઓછી, તો શિક્ષકો પણ રજાના મુડમાંથી ફરી જ્ઞાન મંદિરોમાં જ્ઞાન પીરસવાની ‘વોહી રફતાર’ જેમ તૈયારી કરવા લાગે છે
જવા સત્રના પ્રારંભે તા.3 અને 17 એમ બે દિવસ બધા શિક્ષકોને હ્રદય રોગ સંદર્ભે સીઆરપી તાલિમ અપાશે,
જેનું સંચાલન જે તે જીલ્લાની મેડિકલ કોલેજ કરશે, સમગ્ર આયોજન ડો.ઓ. અને ડી.પી.ઓ. કરશે
નાના હોય કે મોટા રજાઓ બાદ કામ પર જવું જે ભણવા જવું કંટાળો આવતો હોય છે, રજાના મુડમાંથ ઘ્યાન કેન્દ્રિત કરવા અને રસ-રૂચિ જાળવવા શિક્ષકો અને છાત્રોએ મહેનત કરવી પડે છે, આ નવા સત્રના પ્રારંભેના શિયાળો અને ઠંડીના વાતાવરણમાં સવારે ગોદળામાંથી વહેલા ઉઠવાનો કંટાળો આવતો હોવાથી આ સત્ર છાત્રો, વાલીઓ, શિક્ષકો માટે કપરો ગણાય છે. કડકડતી ઠંડી વચ્ચે શિક્ષણની સમજ, લેખન, વાંચન, ગણન કે સ્પોર્ટસની પ્રવૃતિમાં ખુબ જ કંટાળો આવતો હોય છે. સવારની શિફટવાળા છાત્રોને પારાવાર મુશ્કેલી વચ્ચે ઘણીવાર ટાઇમસર ન ઉઠવાને કારણે શાળાએ જઇ શકાતું નથી.
આ સત્રમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક શિક્ષકોને હ્રદય રોગમાં પ્રાથમિક સારવાર કેમ આપવી તેની ઈછઙ તાલિમ આપવામાં આવશે, જેમાં જે તે જીલ્લાની મેડીકલ કોલેજના નિષ્ણાંત તબીબો માર્ગદર્શન તાલિમ આપશે. આ સમગ્ર તાલિમનું આયોજન જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી કરશે. છેલ્લા થોડા સમયથી યુવા વર્ગમાં વધતા હાર્ટ એટેકના પગલે ચાલુ શાળાએ કોઇ છાત્રને મુશ્કેલી ઉભી થાય તો તામિલ બઘ્ધ શિક્ષક પ્રાથમિક સારવાર આપી શકે તેવો ઉમદા હેતું છે, જો શિક્ષકને આવું થાય તો બીજો શિક્ષકને આવું થાય તો બીજો શિક્ષક તેની પ્રાથમિક સારવાર કરી શકે.
વિદ્યાર્થી કાળમાં વેકેશનની રજાનું વિશેષ મહત્વ હોય છે, તેનું અગાઉથી પ્લાનીંગ સાથે ફરવા જવાનું કે ટીવી, મોબાઇલ, ફિલ્મો જોવાની મોજ પડી જતી હોવાથી શાળા શરુ થતાં શિક્ષકોનું તારણ એવું છે કે બાળક ભૂલી જતું હોય છે, નાના બાળકોમાં આ મુશ્કેલી વધુ જોવા મળે છે, મોટા મેચ્યોર હોવાથી ટેકલ કરી લેતા હોય છે. વેકેશન બાદ પ્રથમ થોડા દિવસ છાત્રોની હાજરી પાંખી જોવા મળે છે, તો છાત્રો એકબીજા સાથે વેકેશનની વાતોમાં તલ્લીન જોવા મળે છે. બોર્ડના છાત્રો બાદ કર્યા બાદ બાકીના તમામ છાત્રોને વેકેશનમાં ટયુશન અને શાળા બન્નેમાં રજા હોવાથી સાવ ટેન્શન ફ્રિ થઇ જતાં, આળસું અને થોા અનિયમિત બની જતાં જોવા મળે છે. સરકારી શાળાનાં અનુક બીજા રાજયોના અહી પરિવાર સાથે રહીને ભણતા હોય તે જો દેશમાં ગયા હોય તો, વેકેશન ખુલ્યા બાદ બે મહીને આવતા જોવા મળે છે.
ઘણા છાત્રો વેકેશનનો સદઉપયોગ કરીને નવી નવી વસ્તુઓ શીખતા હોવાથી, શાળા પ્રારંભે આચાર્યને વાત પણ કરતા હોય છે, તો ઘણા શિક્ષકો બાળકોએ વેકેશનમાં શું શું કર્યુ તેની વાતો બોલાવીને તેની મૌખિક અભિવ્યકિત પણ ખીલવે છે. બાળકોના રસ-રૂચ જાણતો શિક્ષક તેની તે કલામાં સતત આગળ ધપાવતો હોવાથી, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવતો હોય છે. આજના યુગમાં તો વેકેશનમાં વિવિધ કલાસમાં સામેલ થઇને ઘણી વસ્તુઓ કે કલા શીખતો હોય છે. રજા પડી ભાઇ, મઝા પડી ની વાત વચ્ચે પણ બાળકોના સંર્વાગી વિકાસ માટે ઘણા મા-બાપો પોતે ચિવટ રાખીને વિવિધ પ્રવૃતિ, પ્રોજેકટમાં સંતાનોને જોડતા હોય છે. શિયાળો નો દિવસ ટુંકો હોવાથી આ સત્રમાં છાત્રો સવારથી સાંજ સતત વ્યસ્ત રહેા જોવા મળે છે.
વેકેશન બાદના પ્રથમ દિવસે શાળા ભલે છાત્રોની જુની હોય પણ તેને તેમાં બદલાવ લાગે છે. અમુક સમયે શિક્ષકો પણ બદલીને કારણે બદલાય જતાં હોય છે. તેડવા, મુકવા આવતા વાનવાળા અંકલ પણ આળસ ખંખેરી ને પ્રથમ દિવસે ટાઇમસર તેડવા આવે તો, કેટલાક તો નવા વર્ષની વધાઇ સાથે ચોકલેટ પણ આપે છે. શિક્ષકો નવા સત્રના પુસ્તકો માસવાર આયોજન અને શિક્ષણ કાર્યની સજજતા કેળવીને બાળકોને જ્ઞાન આપવામાં સજજ થઇ જાય છે. રજા કે વેકેશનમાં માહોલ બાદ શાળા રેગ્યુલર થતાં એક સપ્તાહ લાગતો હોય છે. ઘણી વાર છાત્રો પણ શિક્ષકને કહેતા હોય કે સાહેબ આજે નહી કાલે ભણીશું, એક બે દિવસ અમને રમવા દયો.