યાત્રાધામમાં દ્વારકામાં 13 થી 27 નવેમ્બર સુધીના છેલ્લા 15 દિવસમાં દિવાળી અને નુતન વર્ષ તથા દેવ દિવાળી સુધીમાં આઠ લાખ ચાલીસ હજાર યાત્રીકોએ દ્વારકાધીશના દર્શન કર્યાનો એવા દ્વારકાધીશ દિવસ સમિતિ દ્વારા જણાવ્યું છે સાથે દ્વારકાધીશ મંદિરની ભોગ અને રોકડ ભેટ મનોરથો તથા પ્રસાદ વિતરણમાં કુલ મળીને 75 લાખની અંદાજિત આવક દ્વારકાધીશ દર્શન સમિતિમાં નોંધાય છે.

ઐતિહાસિક દર્શનાર્થીઓ ઉમટતા 75 લાખની આવક

દ્વારકાના વર્ષોના ઇતિહાસમાં ઐતિહાસિક કહી શકાય તો આ પ્રવાસીઓના આવક ના આંકડા અને નાણાકીય આવકના આંકડા જોતા હવે દ્વારકાનું વિશેષ રીતે ધર્મમય મહત્વ પ્રવાસીઓમાં અને ધાર્મિક ક્ષેત્રના લોકોમાં ખૂબ જ વધતું જાય છે કેન્દ્ર અને રાજ્યના સરકારો અને ખાસ કરીને પ્રવાસન વિભાગ દ્વારા દ્વારકાના વિકાસ માટે થયેલા પ્રયત્નો સફળ થયા હોય તેવું કહી શકાય આમ જુઓ તો કોરોના કાર્ડ બાદ ધાર્મિક પ્રવાહ અને જનજાગૃતિ સમગ્ર દેશમાં ખાસ કરીને હિન્દુ વર્ગમાં વ્યાપ વધ્યો છે જેને લઈને પણ દ્વારકા યાત્રાધામમાં છેલ્લા બે વર્ષથી યાત્રિકોની સંખ્યામાં ઉતરો ઉત્તર આવકમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે વર્ષ 2024 ના નવા વર્ષમાં જ્યારે બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ શરૂ થઈ જશે ત્યારથી તો નોંધી ન શકાય તેવો પ્રવાહ પ્રવાસી યાત્રિકોનો શરૂ થશે તેવું તેઓ અંદાજ છે.

ચાલુ વર્ષે 2023 ના અંતમાં આવતા માસે ડિસેમ્બરમાં નાતાલનું મીની વેકેશનમાં દ્વારકામાં દિવાળીના ફેસ્ટિવલ જેટલું ટ્રાફિક થવાની ખૂબ જ સંભાવના છે. એક અંદાજ મુજબ ડિસેમ્બરના આખા માસમાં દ્વારકા ખાતે ભાગવત સપ્તાહ દ્વારકાધીશ મંદિરના ધજાજીના મનોરથના ખૂબ જ બુકિંગ નોંધાયા છે અને હાલમાં દ્વારકામાં ડિસેમ્બર માસ માટે હોટલોમાં પણ એડવાન્સ બુકિંગ નોંધવામાં આવી રહ્યા છે આમ જોતા ચાલુ વર્ષના અંતે ડિસેમ્બર માસમાં આખા માસમાં 12 થી 15 લાખ યાત્રીકો દ્વારકા ના દર્શન કરવા આવશે તું જાણવા મળી રહ્યું છે આમ કુદરતી રીતે જોઈએ તો હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી હોય જેથી પ્રવાસી યાત્રિકોને પ્રવાસ માટે ખુબ જ સાનુકૂળ વાતાવરણ છે જે રીતે હાલમાં દ્વારકા શિવરાજપુર બીજ ઉપર અને બેટ દ્વારકાની સમુદ્ર કિનારે ચાલતી પ્રવાસીઓને આકર્ષણરૂપ રહેવા માટેની કેમ્પની વ્યવસ્થા અને દરિયા જીવ સૃષ્ટિ માણવા માટેની આ શિયાળાની સીઝન ખૂબ જ સાનુકૂળ હોય જેથી પણ પ્રવાસી યાત્રિકો દ્વારકા તરફ આકર્ષાઈ રહ્યા છે.

સુદામા સેતુ બંધ હોવાથી આવકમાં ફટકો

સુદામા સેતુ ચાલુ હોત તો ચાર લાખ જેટલા યાત્રિકો હશે તો ઉપરથી પસાર થાત અને યાત્રિક દીઠ રૂપિયા 10 યાત્રીકો પાસેથી વસૂલ કરવામાં આવે છે આમ જોતા સુદામા સેતુ બંધ રહેવાથી સુદામા સેતુ સોસાયટીને રૂપિયા 40 લાખની નુકસાની ગયા નો અંદાજ કહી શકાય માટે ડિસેમ્બરમાં સુધા માસે તો શરૂ થાય તે જરૂરી છે અને તેના માટે સરકારી વહીવટી તંત્ર એ જાગવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.