આવકવેરા વિભાગે આમ આદમી પાર્ટીના તમામ ડોનેશનને ગેરકાયદે ગણાવ્યા

નોટબંધી બાદ કાળાનાણાની હેરફેર પર સરકાર સહિત આવકવેરા વિભાગની કડી નજર છે. જેના સકંજામાં આમ આદમી પાર્ટી પણ આવી ગઈ છે. જી. હા, આમઆદમી પાર્ટીને આવકવેરા વિભાગે રૂ. ૩૦.૬૭ કરોડની ઈનકમ ટેકસ નોટીસ ફટકારી છે. અને આ મુદે ૭ ડીસેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવાયું છે.

આવકેવરા વિભાગે આમ આદમી પાર્ટીના તમામ ડોનેશનને ગેરકાયદે ગણાવ્યા છે. અને આપનાક ખાસ એટલે કે આપના નેશનલ કન્વિનર અરવિંદ કેજરીવાલને નોટીસ ફટકારી છે આવું પ્રથમવાર સામે આવ્યું છે કોઈ રાજકીય પાર્ટીના તમામ ડોનેશન ઈલલીગલ (ગેરકાયદે) હોય. આમ આદમી પાર્ટી સામે રાજકીય કિન્નાખોરી કરાઈ રહી છે. તેમ અરવિંદ કેજરીવાલે ટવીટ કરીને જણાવ્યું છે.

આ બાબતે આપના નેશનલ ટ્રેઝરર દીપક બાજપાયે જણાવ્યું કે, અમારી પાર્ટીના તમામ ડોનેશનને ટેકસેબલ ઈનકમ તરીકે જાહેર કરાયા છે. અને આવકવેરા વિભાગ અમારી ઈનકમ પર ટેકસ માંગી રહ્યું છે. જે ખોટુ છે અમારી પ્રમાણીકતાબધા જાણે છે. પરંતુ સરકાર અમને ખોટી રીતે બદનામ કરી રહી છે. તેમ તેમણે જણાવ્યું હતુ,.

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીને આ અગાઉ પણ ધણી નોટીસ મળી ચૂકી છે. કોઈકવાર વિદેશમાં ફંડીંગને લઈને તો કોઈકવાર પાર્ટીમાં ઈરરેગ્યુલારીટીઝને લઈને આવકવેરા વિભાગે એવા સમયે નોટીસ ફટકારી છે. જયારે દિલ્હી સી.એમ. અરવિંદ કેજરીવાલ પાર્ટીના ફાઉન્ડેશન દીન નીમીતે જશ્નના મૂડમાં હતા. આવકવેરા વિભાગની નોટીસને લઈ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ દ્વારા અમારી પાર્ટીના દાનવીરોને હેરાન કરી રહી છે. પરંતુ જેમ જેમ કેન્દ્ર સરકાર આપ પર હુમલો કરશે તેમ તેમ આપ મજબુત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.