ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. નલિયા 13.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર-સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું: નલિયા 13.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું: પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વિગતો મુજબ રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. મહત્વનું છે કે, આગામી 4-5 દિવસ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. નલિયા13.6 ડિગ્રીએ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે રાજ્યમાં બીજા ક્રમે ભૂજમાં 15.8 ડિગ્રી તાપમાન તો કંડલામાં 16, અમરેલીમાં 17 ડિગ્રી તાપમાન અને પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસ ચોમાસા જેવા સ્થિતિના કારણે મંગળવાર સવારે ધુમ્મસછાયું વાતાવરણ રહ્યું હતું.
દિવસ-રાતના તાપમાનમાં પોણા 2 ડિગ્રી સુધીના ઘટાડા વચ્ચે રાત્રીનું તાપમાન 16.5 ડિગ્રીથી નીચે અને દિવસનું તાપમાન 28 ડિગ્રીથી નીચે રહ્યું હતું. નીચા તાપમાન અને પ્રતિ કલાકે સરેરાશ 8 થી 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે સતત ત્રીજા દિવસે વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.ધુમ્મસની ચાદર પથરાઇ હતી. આ દરમિયાન ઠંડી 1 ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 15 થી 18.3 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.
ભચાઉમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપ
રાજ્યમાં એકબાજુ વરસાદ બીજીબાજુ ઠંડી અને ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે ધરોઈથી 7 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 8:50 કલાકે કચ્છના ભચાઉથી 21 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ મોડી રાતે 11:37 કલાકે ભચાઉથી 13 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે ભચાઉથી 9 કિમી દૂર 2ની તીવ્રતાના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.