દુર્ઘટનાના બે માસ બાદ આર.એમ.સીએ કાર્યવાહી કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી
વોંકળાની દુર્ઘટનામાં એક વૃદ્ધાનું મોત અને ૨૫ લોકોને ધવાયા ‘ તા
રાજકોટમાં બહુચર્ચિત યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં બે માસ પહેલા સર્જાયેલા વોંકળા દુર્ઘટનામાં મામલે અંતે મનપા હરકતમાં આવી છે અને એન્જિનિયર ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસમાં વોંકળાનું ગેકાયદેસર બાંધકામ કરનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, બે માસ પૂર્વે જ્યારે આ વોંકળની દુર્ઘટના ઘટી હતી ત્યારે તે ગોઝારી ઘટનામાં એક વૃદ્ધાનું મોતન નીપીજ્યું હતું. જ્યારે 25 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વિગતો અનુસાર મનપાના ઈજનેર મુકેશ વાલાભાઈ રાઠોડ દ્વારા સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્ષ પાસે વોકળાની જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરનાર શખ્સ સામે એ- ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.જેમાં પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.૨૪/૯ના તે ઘરે હતા ત્યારે આસી. ટાઉન પ્લાનરે તેને ફોન કરી સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્ષની પાસે વોકળા ઉપરનો સ્લેબ તૂટી ગયો છે. ઘણા લોકોને ઈજા થઈ છે, તમે આવો કહેતા તે ત્યાં પહોંચ્યા હતા. જ્યાં જઈને જોતા સ્લેબ તૂટીને વોકળામાં પડી ગયો હતો અને તેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોય તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી હતી.
આ ઘટનામાં ભાવનાબેન ઠક્કર (ઉં.વ.૬૨)નું ગઈ તા. ૨૫ના મૃત્યુ થયું હતું. જ્યારે ૨૫ જેટલા લોકોને ઈજા થઈ હતી. બાદમાં આ અંગે મનપાના જુના રેકર્ડ તપાસતા આ સ્થળે વોકળા ઉપરનો સ્લેબ ઘણા વર્ષો જુનુ બાંધકામ થયું હોય પરંતુ ૧૯૯૦થી અત્યાર સુધીનું રેકર્ડ તપાસતા તેમાં વોકળાના બાંધકામ અંગે કોઈ મંજુરી લીધા હોવાનું રેકર્ડમાં પણ મળી નહી આવતા અંતે આજે ફરીયાદ નોંધાવતા એ-ડિવિઝન પોલીસના પી.આઈ. ડી. એમ. હરીપરાએ આ અંગે વોકળા ઉપર ગેરકાયદે બાંધકામ કરનાર શખ્સ સામે આઈ.પી.સી. કલમ ૩૦૪, ૩૩૭, ૩૩૮ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઇ પૂર્વ મંજુરી લીધા વગર અને માણસોની જીંદગી જોખમાય તેમજ શારીરિક સલામતી જોખમમા મુકાય તેમજ માણસોનું મૃત્યુ નિપજશે તેવી સંભાવના હોવાનુ જાણવા છતા આ કામે કોઇ વ્યકતિએ રાજકોટ યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમા આવેલ સંતોષ ભેળ વાળા શિવમ કોમ્પલેક્ષની બાજુમાં આવેલ વોકળા ઉપર સ્લેબનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય, જે બાંધકામ તા.24.09.2023ના રોજ રાત્રીના 8.30 વાગ્યાના અરસામાં તુટી જતા જેમાં આશરે 20 થી 25 માણસોને નાની મોટી ઇજાઓ થયેલ તેમજ બનાવમા ઇજા પામનાર ભાવનાબેન અશ્વિનભાઇ ઠકકરનુ ચાલુ સારવાર દરમિયાન સ્ટર્લીંગ હોસ્પિટલમા મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યકિત તેમજ તપાસમા ખુલે તે તમામ સામે હાલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.