દિવાળી બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવા આવેલ મહિલા કુલપતિ દ્વારા અગાઉના કુલપતિના અનેક નિર્ણયો અને કામોમાં મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરાયેલા હાયર પેમેન્ટ કોર્સિસમાં નોલેજ પાર્ટનર તરીકેના ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યા છે.  આ તરફ હવે 60-40ની સ્કીમ બંધ કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી આવક પણ વધશે.

હાયર પેમેન્ટ કોર્સિસમાં નોલેજ પાર્ટનર તરીકેના ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં હવે બીજા શૈક્ષણિક સત્રથી તમામ હાયર પેમેન્ટ-સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ગુજરાત યુનિવર્સિટીમાં જ નવા નિમાનર અધ્યાપકોવિદ્યાર્થીઓને ભણાવશે અને ગુજરાત યુનિવર્સિટી પોતે જ તમામ કોર્સ પોતાની રીતે ચલાવશે. ખાનગી કંપનીઓની હકાલપટ્ટી થી હવે નાણાકીય હિસાબોની પારદર્શિતા વધશે. આ સાથે 60-40ની સ્કીમ બંધ કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી આવક પણ વધશે. જોકે હવે તમામ ખાનગી કોર્ષ ચાલશે કે નહીં તે પ્રશ્ન છે. નોંધનિય છે કે, નવા આવેલ કુલપતિ દ્વારા તમામ હાયર પેમેન્ટ કોર્ષમાં ખાનગી કંપનીઓ સાથેના નોલેજ પાર્ટનર તરીકે કોન્ટ્રાક્ટ રદ્દ કરીને કંપનીઓની હકાલપટ્ટી કરી દેવાઈ છે. આ તરફ કેટલાક કોર્ષમાં સર્ટિફિકેટ બહારથી પણ અપાતાં હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જોકે હવે તમામ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ગુજરાત યુનિવર્સિટી પોતે જ ચલાવશે. આ કોર્સમાં ભણાવવા માટે ફેકલ્ટી પણ ગુજરાત યુનિવર્સિટી નિમશે. જે માટે 45થી વધુ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.