ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં 41 જિંદગી બચાવવાનો કાર્ય યદ્ધના ધોરણે ચાલી રહ્યો છે. હવે તે અંતિમ ચરણમાં છે. જો કે, સમાચાર સામે આવી રહ્યા છે કે ટનલ ખોદનાર અમેરિકન ઓગર મશીન ખરાબ થઈ ગયું છે. તેને વ્યવસ્થિતિ કરવા માટે દિલ્હીથી હેલિકોપ્ટર દ્વારા 7 નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે ગમેત્યારે સિલ્ક્યારામાં ટનલ પરથી સારા સમાચાર આવી શકે છે. અંદર ફસાયેલા કામદારો બહાર આવતાની સાથે જ પ્રથમ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
અંતિમ ઘડીએ ડ્રિલિંગ કરતું ઓગર મશીન ખોટવાયું, તાત્કાલિક નિષ્ણાંતોને દિલ્હીથી હેલિકોપ્ટર મારફત લઈ અવાયા
ત્યાર બાદ બાકીની પ્રક્રિયા કરવામાં આવશે. 12 નવેમ્બરથી અહીં કામદારો ટનલમાં ફસાયેલા છે. બચાવ સૈનિકો કાટમાળ વચ્ચે 45 મીટર પહોળી પાઈપો સફળતાપૂર્વક નાખી દીધી છે. હવે માત્ર થોડાક મીટર કવર કરવાનું બાકી છે. ત્યારપછી બચાવકર્મીઓ કામદારો સુધી પહોંચશે અને પાઈપ દ્વારા તેમને બહાર લાવશે. કામદારો સુધી પહોંચવા માટે બચાવકર્મીઓએ કુલ 57 મીટર ડ્રિલ કરવી પડી હતી. કાટમાળમાં 39 મીટર સુધી સ્ટીલની પાઇપ નાખવામાં આવી છે. ઉત્તરકાશી ટનલમાં રાહત કાર્યનો આજે 12મો દિવસ છે. હવે ડ્રિલિંગ માટે માત્ર 6-8 મીટરની બાકી છે. ઓગર મશીનમાં કોઈ ખામી સર્જાતા તે બંધ થઈ ગયું છે. દિલ્હીથી 7 નિષ્ણાતો હેલિકોપ્ટર દ્વારા ઉત્તરકાશી પહોંચી રહ્યા છે. દિલ્હીથી કેટલાક ટેકનિકલ નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા જેઓ હેલિકોપ્ટર દ્વારા સિલ્ક્યારા ટનલ પહોંચશે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અંદર ફસાયેલા કામદારો ટૂંક સમયમાં બહાર આવે તેવી આશા છે.
રેસ્ક્યુ ઓપરેશન ટીમના સભ્ય ગિરીશ સિંહ રાવતે જણાવ્યું હતું કે બચાવ કામગીરી તેના અંતિમ તબક્કામાં છે. આગામી એકથી બે કલાકમાં કામદારોને બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે કામદારોને બહાર કાઢવા માટે પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. કાટમાળમાં ફસાયેલા સ્ટીલના ટુકડા કાપીને દૂર કરવામાં આવ્યા છે. જોજિલા ટનલના પ્રોજેક્ટ હેડ અને રેસ્ક્યુ ટીમના એક સભ્ય હરપાલ સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે 8થી9 વાગ્યા સુધીમાં બચાવ કાર્ય સમાપ્ત થઈ શકે છે. પાઈપ 44 મીટર કવર થઈ ગઈ છે. હજુ 12 મીટર જવાનું બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે એકમાત્ર અડચણ એ છે કે કાટમાળમાં સ્ટીલના કેટલાક ટુકડા આવી ગયા છે, તેથી હવે સ્ટીલની પાઈપો કાપવામાં આવી રહી છે. તેણે કહ્યું, મને વિશ્વાસ છે કે એક કલાકમાં સ્ટીલના ટુકડા કાપી શકાય છે. બચાવ કામગીરી સવારે 8થી9 વાગ્યા સુધીમાં સમાપ્ત થઈ શકે છે.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરંગમાં ચાલી રહેલા બચાવ કાર્યની માહિતી લીધી હતી. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી હતી. પીએમ મોદીએ કામદારોને ખોરાક, આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓ વિશે માહિતી લીધી હતી. મંગળવારે આ નવી પાઈપલાઈન અને ભંગાર પર મોકલવામાં આવેલા એન્ડોસ્કોપિક ફ્લેક્સી કેમેરા દ્વારા કામદારોની તસવીરો કેદ કરવામાં આવી હતી. તેમની સાથે સીધી વાતચીત કરી અને તેમના ખબરઅંતર પૂછ્યા.