પાટણ સમાચાર
ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના એક ખેડૂત પરિવારના પુત્ર બે મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો જ્યાં છેલ્લા પાંચ દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું .ત્યારબાદ ગતરોજ યુવાનની ડેડ બોડી મળ્યા ના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી મળ્યું હતું. તેમ જ ડેડ બોડીને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સંસદનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું.
મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ રણાસણ ગામે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે ત્યારે તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોય તેઓ દ્વારા તારીખ 19 -9 -2023 ના રોજ સ્ટુડન્ટ વિઝા પર લંડન મોકલ્યો હતો જ્યાં મિતનો પરિવારજનોના સંપર્કમાં રહ્યા બાદ છેલ્લા પાંચ દિવસથી પરિવારજનો સાથે સંપર્ક તૂટી ગયો હતો ત્યારબાદ ગતરોજ મીતની ડેડબોડી મળી આવ્યાના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.