રાજકોટમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દીન પ્રતિદિન કથળી રહી હોય તેમ ગુના ખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઇ રહ્યો છે.ત્યારે ગઈકાલે શહેરમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધો.૫માં અભ્યાસ કરતી તરુણીને એક નરાધમ દ્વારા ફોસલાવી અવાર નવાર હવસનો શિકાર બનાવી તેને માસનો ગર્ભ રાખી દેતા ચકચાર મચી જવા પામી છે.તરુણીને આજે સવારે પેટમાં અતિશય દુખાવો ઉપાડતા તેને પરિવાર દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તે ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.જ્યારે આ બનાવ મામલે પોલીસ દ્વારા હાલ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
પેટમાં દુખાવો ઉપાડતા પરિવાર હોસ્પિટલે લઈ ગયો તો તરુણી ગર્ભવતી હોવાનું જણાયું
સ્કૂલે જતી તરુણીને ફોસલાવી નરાધમે અવાર નવાર બનાવી હતી હવસનો શિકાર : પોલીસે ગુનો નોંધી આરોપીની કરી શોધખોળ
વિગતો મુજબ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધોરણ ૫માં અભ્યાસ કરતી 11 વર્ષની સગીરાને તેના જ વિસ્તારમાં રહેતા સોનું નામના નરાધમ દ્વારા તરુણીને ફોસલાવી સ્કૂલે જતી ત્યારે અવારનવાર તેના પર દુષ્કર્મ ગુજારી તેને ચાર માસનું ગર્ભ રાખી દીધો હતો ગઈકાલે યુવતી ઘરે હતી ત્યારે તેને પેટમાં અતિશય દુખાવો ઉપાડતા તેના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ નો દાખલ કરવામાં આવી હતી જ્યાં તબીબો એ તેને તપાસીને ગર્ભવતી હોવાનું પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ને દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું તે શ્રમિક પરિવારની તરુણી સ્કૂલે જ હતી ત્યારે તેના જ વિસ્તારમાં રહેતો સોનું નામનો નરાધમ તેને આવર નવાર હવસનો શિકાર બનાવતો હતો. જેમાં તેને તરુણીને ગભત રાખી દીધી હતો. હાલ પોલીસ દ્વારા નરાધન સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.