પિતા જીતેન્દ્ર સુપરસ્ટાર હતા છતાં એકતા કલાકારોને મળીને તેમના ઈન્ટરવ્યુ કરતી
બોલીવુડમાં અત્યારે એકતા કપુર અને શોભા ક૫રનું નામ ટોચના પ્રોડયુસરોમાં લેવાય છે અને એકતા તો ટીવી કવીન બની ગઈ છે. ટીવી જગતમાં એકતા કપૂરના નામના સિકકા પડે છે.
આમ છતાં એકતા કપૂરના દિમાગમાં રાઈ ભરાઈ ગઈ નથી. લોકો માને છે કે એકતા અભિમાની છે પરંતુ તેને કડક બનવું જ પડે નહીંતર ડેઈલી એપિસોડના શુટિંગ માટે કલાકારો સમયસર આવે નહીં.
એકતા કપૂરે ઘણાનિયમો બનાવ્યા છે- પોતાની સીરીયલમાં કામ કરતા હોય ત્યારે બીજે કયાંય કામ ન કરવું, સેટ પર સમયસર આવવું પોતાનું ટિફિન સાથે લાવવું, શુટિંગ દરમિયાન ઈન્ટરવ્યુ ન આપવા વિગેરે વિગેરે. એકતા કપૂરે શ‚આત ‘હમ પાંચ સીરીયલ’થી કરી હતી. આ કોમેડી સીરીયલ હીટ થઈ એટલે તેણે શોપ ઓપેરા ‘કયુ કી સાસ ભી કભી બહુથી અને કહાની ઘર ઘર કી શ‚ કરી. બસ ત્યારથી એકતાએ પાછું વાળીને જોયું જ નથી.
ટીવીની તુલસી એટલે કે મંત્રી સ્મૃતિ ઈરાની હમણાં જ એક શોમાં એકતા સાથે જોવા મળ્યા હતા. આજે પણ તેમના સંબંધ એકતા સાથે અકબંધ છે. એકતા કપૂરે ટીવીની દુનિયામાંથી બહાર ડોકયું કરીને ફિલ્મો બનાવવાની શ‚આત કરી તેણે હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મો પણ બનાવી. અમુકમાં કરન જોહર તો અમુકમાં મમ્મી શોભા કપુરને ભાગીદાર બનાવ્યા. ટુંકમાં એકતા કપૂર ટીવીની દુનિયામાં એક બ્રાંડ બની ગઈ છે. સામાનય રીપોર્ટરથી લઈને ટીવી કવીન સુધીની તેની સફર દરેક માટે પ્રેરણા‚પ છે. પિતા જીતેન્દ્રએ હમણા એક શોમાં ફરાહ ખાનને એવોર્ડ આપ્યો ત્યારે નારી શકિતનો જય ઘોષ કર્યો હતો. તેણે દીકરી એકતા કપૂરને બિરદાવી હતી. જીતુ ઉર્ફે જીતેન્દ્રનો પણ એક જમાનો હતો આજે તેના છોકરાવનો છે.