રાજકોટ શહેરમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સીંગની તાલીમ લેતી યુવતીને આણંદપરના બાઘી ગામે રહેતાવિક્રમ મોહન રાઠોડ નામના શખ્સ દ્વારા “તને શેની હવા છે” તેમ કહી તેણીને રોડ પર ઢસડીને મારકૂટ કરી તેને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા તેને કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા તેના વિરૂદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
યુવતીને રોડ પર ઢસડીને તમાચા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા નોંધાતો ગુનો
વિગતો મુજબ નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીએ ફરીયાદમાં યુવતીએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે તે નસર્સીંગની તાલીમ પુરી કરી ટુવ્હીલર પર ઘરે જતી હતી તે વખતે ગવરીદળ અને આણંદપર ગામ જવાના રસ્તા વચ્ચે આરોપી બાઈક લઈને તેની પાછળ આવ્યો હતો. એટલું જ નહીં મોટેથી અવાજ કરી તેની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી હતી. આમ છતાં તેને અવગણી તે ટુ વ્હીલર ઉપર જવા લાગતાં તને શેની હવા છે
તેમ કહી તેના ટુ વ્હીલર આડે પોતાનું બાઈક નાખી અકસ્માત કરી તેને પછાડી દીધી હતી.જેને કારણે તેને બંને પગના ગોઠણ અને ખભામાં મૂંઢ ઈજા થઈ હતી. આ વખતે આરોપીએ તેને બે-ત્રણ તમાચા ઝીંકી, પેટના ભાગે ઢીકા મારી, ઢસડીને રોડની સાઈડમાં લઈ જઈ પત્થર વડે મારવા ગયો હતો.
બરાબર તે વખતે કોઈ કાર ચાલક નીકળતા આરોપી પોતાનું બાઈક લઈ ભાગી ગયો હતો. કાર ચાલકે ફોન કરી તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. જેથી તેઓ સ્થળ પર આવી ગયા હતા. 108 બોલાવી તેને સિવીલમાં સારવાર અપાઈ હતી. આરોપીએ તેને ઢસડતાં કપડા ફાટી ગયા હતા.જેથી તેની ફરિયાદ પરથી પોલીસે હક આરોપી વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.