શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત  દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને  ફૂલોથી શણગારવામાં આવ્યું હતું

અન્નકુટની પ્રસાદી, બોટાદ, રાજકોટ, અમદાવાદ, ભાવનગરની હોસ્પિટલોમાં મોકલાશે

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને મહાઅન્નકૂટના મુખ્ય યજમાન પાર્થ આશિષભાઈ ધકાણ -મુંબઈ, અન્નકૂટના સહયજમાન  અ.નિ.મુમણભાઇ સોમાભાઈ ભરવાડ હ.જીગરભાઈ ભરવાડ અમદાવાદ દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં સવારે ધરાવાયો હતો તેમજ વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા લાલજી મહારાજના  અને વડીલ સંતો દ્વારા મહા અન્નકૂટની આરતી કરવામાં આવી હતી.

પહેલીવાર 57 હજાર કિલો ફ્રુટનો અન્નકૂટ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ સમક્ષ અર્પણ કરાયો હતો. મહત્ત્વનું છે કે, આ અન્નકૂટમાં દાદા સમક્ષ મૂકવામાં આવેલું તમામ ફ્રુટ  બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની  સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.આ અન્નકૂટ વિશે વિવેકસ્વામી (હૈદરાબાદ)એ જણાવ્યું કે, આજે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ પહેલીવાર 57, 000 કિલો અન્નકૂટ ધરાવાયો હતો. આ માટે કેન્યાની કેરી અને ઇમ્પોર્ટે ફુડ સહિતના તમામ ફ્રુટનો અન્નકૂટ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતાં.

આ અન્નકૂટ ધરાવવા અને શણગારવા માટે 6 સંતો અને 200 સ્વયંસેવકોએ 24 કલાક મહેનત કરી હતી. અન્નકૂટમાં દાદાને ધરાવાયેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની  સરકારી હોસ્પિટલમાં મોકલાશે. આ અન્નકૂટ માટે હૈદરાબાદ ગુરુકુળના વિવેક સ્વામી સહિતના સંતો અને સ્વયંસેવકોએ 15 દિવસ પહેલાં આખી તૈયારી શરૂ કરી હતી.તેમજ  ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. હજારો હરિભક્તોએ  દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.