ગુજરાતના 9 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. જેમાં નલિયા 12.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર બન્યુ છે. તેમજ અમદાવાદમાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 16.8 ડિગ્રી અને રાજકોટમાં 19.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. શહેરમાં ઠંડીનો ચમકારો ચાલુ થયો છે.
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે આગાહી અનુસાર શહેરમાં આવનારા 3 દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજ્યમાં 9 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે. નલિયામાં 12.8 સાથે સૌથી વધુ ઠંડી જોવા મળી છે તો સાથે જ અમદાવાદમાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા, ભુજમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો સાથે આગામી ત્રણ દિવસમાં હજુ ઠંડીનું પ્રમાણ વધશે.
લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા તાપમાન 2 ડિગ્રી વધારે જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવનારા સમયમાં તાપમાન વધે તેવી શક્યતાઓ જોવા મળે છે.વહેલી સવારે રાજ્યના વિવિધ શહેરના તાપમાન 18 ડિગ્રીની આસપાસ પહોંચી જવાની સાથે મંદ ઠંડો પવન ફૂંકાતા શિયાળાનો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઠંડી ખૂબ મોડી શરૂ થઇ છે. નવેમ્બર માસનું ત્રીજુ અઠવાડિયુ શરૂ થઇ ચુક્યું છે ત્યારે હવે ધીરે ધીરે ઠંડા પવન ફૂંકાતા શહેરીજનો શિયાળાનો અહેસાસ કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો શરૂ થયો છે.