દેશના ટોચના ગ્રુપ ટાટા ગ્રુપ દ્વારા ટાટા ટેકનોલોજીસનો IPO બુધવારે ખુલશે
બીઝનેસ ન્યુઝ
નવેમ્બર મહિનાના છેલ્લા બે અઠવાડીયામાં પ્રાયમરી માર્કેટમાં અનેક કંપનીઓ નાણા એકઠા કરવા પબ્લીકમાં આવી રહી છે.ખાસ કરીને ટાટા ટેકનોલોજીસ આમ તો ઓ એફ એસ લાવી રહી છે. જેની સાઈઝ 304ર કરોડની છે. શેરની ફેઈસ વેલ્યુ ર રૂપિયાની છે. જયારે પ્રાઈસ બેન્ડ 47પ થી પ00 ની છે. ટાટા ગ્રુપની કંપની ઘણા લાંબા સમય પછી બજારમાં આવી રહી હોય જેને લઈને રોકાણકારો આ આઈ.પી.ઓ. ભરવા ખૂબ જ ઉત્સાહીત છે.
ટાટા ટેકનોલોજીસની સાથે સાથે ઈન્ડીયન રીન્યુએબલ એજન્સી લીમીટેડનો આઈપીઓ પણ આવી રહયો છે. જેની ફેઈસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રાઈસ બેન્ડ 30 થી 3ર રૂપિયા છે. આ આઈપીઓમાં પણ ખૂબ જ સારી ડીમાન્ડ છે.આજ દિવસોમાં ગાંધાર ઓઈલ રીફાયનરી ઈન્ડીયા લીમીટેડના પણ આઈપીઓ આવી રહયો છે. જેની ફેઈસ વેલ્યુ ર રૂપિયા છે.
ટાટા ટેકનોલોજીસમાં ટાટા મોટર્સના શેર હોલ્ડર્સ પણ અરજી કરી શકશે. ટાટા મોટર્સના ડીવીઆર હોલ્ડર્સ પણ બે લાખ રૂપિયા સુધીની અરજી શેર હોલ્ડર્સ ક્વોટામાં થઈ શકશે.મેઈન બોર્ડના આઈપીઓમાં ફેડરલ બેન્ક ફાયનાન્સીયલ સર્વિસીસનો આઈપીઓ પણ આ દિવસોમાં જ આવી રહયો છે.રોકાણકારોને આટલી બધી કંપનીઓ આવી રહી હોય નાણા કેમા રોક્વા અને કઈ કંપનીમાં નહી તે પણ એક સવાલ થઈ રહયો છે. પરંતુ રોકાણકારો દ્વારા ટાટા ટેકનોલોજીસને વધારે પ્રીફર કરશે ત્યાર પછી ઈન્ડીયન રીન્યુએબલ એજન્સી લીમીટેડને પ્રાથમિક્તા આપશે.
ટાટા ગ્રુપની કંપની ટાટા ટેકનોલોજીસમાં ઘણી બધી કંપનીઓ દ્વારા ફાયનાન્સ પણ આઈપીઓ ભરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહયું છે.નવેમ્બરના છેલ્લા દિવસોમાં પ્રાયમરી માર્કેટમાં અબજો રૂપિયા ઠલવાશે તેમાં કોઈ શંકા નથી.અગાઉના સમયમાં જેમ ડીમેટ એકાઉન્ટના ભાડા બોલાતા હતા તેમજ ટાટા ટેકનોલોજીસમાં દસ લાખની અરજી કરવા માટે લોકો ચાર થી પાંચ હજારનું ભાડુ આપવા પણ તૈયાર થઈ રહયાંના સમાચાર છે.શેર બ્રોર્ક્સ ડીમેટ એકાઉન્ટ ખોલવામાં પહોંચી શકે તેવી સ્થિતિમાં ન હોય ડીમેટ એકાઉન્ટ ખોલવાની ના પાડી રહયાં ના પણ સમાચાર મળી રહયાં છે.
આટલા બધા સારા આાઈપીઓ બજારમાં એક સાથે આવવાથી બજારમાંથી નાણા પ્રાયમરી માર્કેટ તરફ વળશે અને બીજી બજારોના નાણા પણ ટેમ્પરરી શેર બજારમાં ઠલવાશે તેવુ લાગે છે.બધી કંપનીઓમાં લીસ્ટીંગ ખૂબ જ સારા ની શક્યતાઓ રોકારણકારો – શેર બ્રોર્ક્સ જોઈ રહયાં છે. શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યા પ્રમાણે રોકાણકારોએ આવી સારી કંપનીઓમાં રોકાણની તક જતી કરવા જેવી નથી તેવો તેમનો અભિપ્રાય છે.
વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં કંપનીઓના બીજા ક્વાર્ટરના પિરણામો સારા આવી રહયાં છે. જીએસટી નું કલેકશન નવા-નવા રેકોર્ડ બનાવી રહયું છે.ડાયરેકટ ટેક્ષ્ાનું કલેકશન પણ વધી રહયું છે. જીઓ પોલીટીકલ ઈસ્યુ જો પુરા થઈ જશે અને એફ આઈ આઈ નું બાયીંગ જો બજારમાં જોવા મળશે તો જાન્યુઆરીથી નવી તેજીના મંડાણ થશે.યુએસ બોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો થતાની સાથે જ સેન્સેક્સ-નીફટી નવી ઉંચાઈ સર કરે તેવું બજારમાં દેખાઈ રહયું છે.