પ્રોય રીયલ્ટી કંપની અને ક્રિસીલના ઉપક્રમે ડેવલપર ઓફ ધ યરનો એવોર્ડ સમારોહ યોજાયો

તાજેતરમાં અમદાવાદ ખાતે પ્રોપ રીયલ્ટી કંપની અને ક્રિસીલના ઉપક્રમે ગુજરાતની રીયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત જુદી જુદી કંપનીઓને તેના પ્રોજેકટ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાજકોટની ત્રણ કંપનીઓને કુલ ૪ એવોર્ડ મળ્યા હતા. જેમાં લાડાણી એસોસીયેટ તેના ગાર્ડન સીટી પ્રોજેકટ માટે લકઝરીયસ પ્રોજેકટ ઓફ ધ યર અને કલાસીક જેમ પ્રોજેકટ માટે ડેવલપર ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો છે.

કંપનીના એમ.ડી. દીલીપભાઇ લાડાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ૧૧ ટાવર અને ૩ કોમર્શીયલનું કુલ બાંધકામ ૧૩.પ લાખ સ્કવેર ફુટ તેમણે ૩૩ મહિનામાં પૂર્ણ કર્યુ અને દરેક વિગને સેપરેટઠ એન્ટ્રી અને ૬ સ્વીમીગ પુલ, ૬ કલબ હાઉસ અને ૬ ગાર્ડન વગેરે

વિશેષતાઓ તેમાં મુખ્ય હતી. જયારે તેમના કલાસીક જેમ પ્રોજેકટ હાર્ટ ઓફ ધ સીટી હોવાની સાથે ર લેવલ પાર્કિગ અને ૧પ +૨૫ ફુટન ડિસ્પલે સ્કીન સાથેના મલ્ટીનેશનલ કંપનીઓનો શો રુમ ધરાવતો વિશિષ્ટ પ્રોજેકટ છે.

સુંદરમ સીટી પણ તેના નામ પ્રમાણે સુંદર પ્રોજેકટ છે. જેમાં ઓછા બજેટનાં ફલેટમાં મોટો કાર્પેટ અને ખુબ સારી સુવિધાઓ સાથેગ્રાઉન્ડ અને ફસ્ટ ફલોર પાકીંગ આપવામાં આવ્યું છે. રેડી કલબ હાઉસ અને સ્વીમીંગ પુલ તથા ત્રણ રસ્તાઓ આ પ્રોજેકટ માધાપર ચોકડી અને રાજકોટના મરીન લાઇન્સ બીઆરટીએસ રોડનો હોવાથી ટોપ ઓફ ધ ટાઉન પ્રોજેકટ છે. સુંદરમ સીટીને ઇમજીંગ ડેવલપમેન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. આદેશ બિલ્ડકોનના અશોકભાઇ લશ્કરી જણાવે છે કે લકોનું લો બજેટ હાઇ-ફાઇ સુવિધાનું સ્વપ્ન પુરુ કરવા મઘ્યમ વર્ગના લોકોને હાઇ સોસાયટી લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવવો અને સુંદરમ ની એક બ્રાન્ડ ઇમેજ ઉભી કરવી એ અમારી આગવી વિશીષ્તા છે.

જે.કે. રીયલ્ટી ગ્રુપનો કલ્પવન પ્રોજેકટ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી પહેલી ગ્રીન ટાઉનશીપ છે. ૧૮ એકરની વિશાળ જગ્યામાં કુલ પ૦ વિંગમા ૩૧૧૮ ફલેટ અને ૧૪૩ શોપની આ ટાઉનશીપ આઇજીબીસી જીઓએલડી સર્ટીફાઇડ છે.

આ પ્રોજેકટને ક્રીસીલ અને પ્રેપ રીયલ્ટી દ્વારા લો-કોસ્ટ હાઉસીંગ પ્રોજેકટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.