તા. ૧૮.૧૧.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૮૦, કારતક સુદ પાંચમ, નક્ષત્ર: ઉત્તરાષાઢા, કરણ: કૌલવ
આજે સવારે ૭ .૦૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ન થાય, મધ્યમ દિવસ
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી, વધુ વિશ્વાસે ન ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
– જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨