લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી મૂડ સ્વિંગની સમસ્યા અને ડિપ્રેશનનું જોખમ વધી શકે છે. ડિપ્રેશનના દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યાવાળુ માનવામાં આવે છે. એટલુ જ નહીં પ્રદૂષણના સૂક્ષ્મ કણ એટલે કે પીએમ 2.5 ના સંપર્કમાં રહેવાથી ન્યૂરોડીજેનેરેટિવ ડિસઓર્ડરનું જોખમ પણ વધી શકે છે.
ઝેરીલી હવા આરોગ્ય પર ખરાબ અસર કરી રહી છે. જેના કારણે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણ સૌથી વધુ ફેફસા અને શ્વાસને અસર કરે છે, પરંતુ તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે ડાયાબિટીસને પણ વધારી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર તેની સાઈડ ઈફેક્ટ આટલે સુધી સીમિત નથી, પ્રદૂષિત હવામાં વધુ સમય સુધી રહેવાથી મેન્ટલ હેલ્થ પણ પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે મૂડ સ્વિંગ થાય છે અને સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ગ્ઝાયટીની સાથે ચિડિયાપણું વધી શકે છે.
મેન્ટલ હેલ્થને પ્રભાવિત કરી રહ્યું છે વાયુ પ્રદૂષણ
એર પોલ્યૂશનની સાઈડ ઈફેક્ટ્સને જાણવા માટે થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે તે મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર કરી શકે છે. જેમાં પ્રદૂષિત હવા સ્ટ્રેસ અને એન્ગ્ઝાયટીને પણ ટ્રિગર કરી શકે છે. જેના કારણે ડિમેન્શિયા અને અલ્ઝાઈમરની સાથે ડિપ્રેશન જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે.
પ્રદૂષણ સ્ટ્રેસ-એન્ગ્ઝાયટી વધારી શકે છે
પ્રદૂષિત હવામાં રહેવાથી થોડા સમય માટે સ્ટ્રેસ અને એન્ગ્ઝાયટીની સમસ્યા પણ વધી શકે છે. જો પહેલેથી જ આ સમસ્યાઓની ચપેટમાં છો તો વાયુ પ્રદૂષણ આ સમસ્યાઓને વધુ ટ્રિગર કરી શકે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે સતત પ્રદૂષક તત્વો અને દૂષિત હવાના સંપર્કમાં રહેવાથી સ્ટ્રેસ હોર્મોન રિલીઝ વધવા લાગે છે, જેની માનસિક સ્વાસ્થ્ય પર ખોટી અસર થઈ શકે છે.
મૂડ સ્વિંગ અને ડિપ્રેશનનું જોખમ
વાયુ પ્રદૂષણને મૂડ સ્વિંગ કરનાર ગણાવાયું છે. જેના કારણે ડિપ્રેશનની સમસ્યા પણ ઘણી વધી શકે છે. જેનાથી મગજનું કામ પ્રભાવિત થઈ શકે છે. જેનાથી મૂડ નેગેટિવ સ્તર પર બદલાઈ શકે છે. લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી મૂડ સ્વિંગની સમસ્યા અને ડિપ્રેશનનું જોખમ વધી શકે છે. ડિપ્રેશનના દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ ગંભીરને સમસ્યા માનવામાં આવે છે. એટલું જ નહીં પ્રદૂષણના સૂક્ષ્મ કણ એટલે કે પીએમ 2.5ના સંપર્કમાં રહેવાથી ન્યૂરોડીજેનેરેટિવ ડિસઓર્ડરનું જોખમ પણ વધી શકે છે.