હૈદરાબાદમાં આવતીકાલથી યોજાનારી ગ્લોબલ એન્ટ્રેપ્રેનોરશીપ સમિટમાં વિશેષ હાજરી આપશે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન તેમની સુરક્ષા માટે ૧૦,૦૦૦ સુરક્ષા જવાનો તૈનાત છે. આવતીકાલથી શરૂ થઈ રહેલી ગ્લોબલ એન્ટ્રેપ્રેનોરશિપ સમિટ (જીઈએસ)માં હાજરી આપવા ભારતના ‘મોંઘેરા’ મહેમાન બનવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સેકટરનું ઉદઘાટન કરવાના છે. આ સિવાય તેઓ હૈદરાબાદ મેટ્રો રેલ પ્રોજેકટનું પણ ઉદઘાટન કરવાના છે. ગ્લોબલ સમીટ હૈદરાબાદ ઈન્ટરનેશનલ ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજવાની છે. એટલે તેને ફરતો સુરક્ષા જવાનોનું કવચ પૂરૂ પડાયું છે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે ઈવાન્કા ટ્રમ્પ અમેરિકામાં નં.૧ બિજનેસ લેડી છે. આ સિવાય તેઓ અમેરિકી પ્રમુખના પુત્રી હોવાના કારણે ભારત સરકાર પર તેમની સુરક્ષાની જવાબદારી ઘણી જ વધી જાય છે.
કુલ ૧૦,૪૦૦ સુરક્ષા જવાનો ગ્લોબલ સમીટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં લો એન્ડ ઓર્ડર પોલીસ, ટ્રાફીક પોલીસ, સેન્ટ્રલ આર્મ રીઝર્વ ફોર્સ, તેલંગાણા સ્ટેટ સ્પેશ્યલ પોલીસ ઈન્ટેલીજન્સ સીકયોરીટી વિંગ, એન્ટી નકસલ ફોર્સ, કમાન્ડો, એન્ટી ટેરર ફોર્સ, બ્લેક કેટ કમાન્ડો, યેલ્લો બેલ્ટ કમાન્ડો, એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ, ડોગ સ્કવોડ વિગેરે હૈદરાબાદ ઈન્ટરનેશનલ ક્ધવેશન સેન્ટર ખાતે સતત ૩ દિવસ સુધી ખડેપગે ૨૪ કલાક તૈનાત રહેશે.
કોણ છે ઈવાન્કા ટ્રમ્પ
* ઈવાન્કા ટ્રમ્પ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી છે.
* ઈવાન્કા ટ્રમ્પ અમેરિકાના નં. ૧ બિઝનેસ લેડી છે.
* ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ સલાહકાર તરીકે પણ ઈવાન્કાની ગણતરી થાય છે.
* વડાપ્રધાન મોદીએ ઈવાન્કાને ગ્લોબલ સમીટમાં અમેરિકન ડેલીગેશનનું પ્રતિનિધિત્વ કરતા હાજરી આપવા ખાસ આમંત્રણ આપ્યુંં હતુ.
* સાઉથ એશિયામાં પ્રથમવાર જીઈએસ યોજાઈ રહી છે.
* ઈવાન્કા સાથે તેમના પતિ જેર્ડ કુશનેર પણ રહેશે તેઓ પણ પ્રસંગોચિત ઉદબોધન કરવાના છે.
* ઈવાન્કા મહિલા ઉદ્યોગપતિઓની કોન્ફરન્સને ખાસ સંબોધવાના છે.
* ઈવાન્કા હૈદરાબાદના ફાલુકનામા પેલેસની ખાસ મુલાકાત લેવાના છે. આ તેમની ઈચ્છા છે. કેમકે અહી વિશ્ર્વનો સૌથી મોટો અને ભવ્ય ડાઈનિંગ હોલ છે. જેમાં એક જ ડાયનિંગ ટેબલ પર એક સાથે ૧૦૧ લોકો બેસી શકે છે. અને વ્યંજનોની મજા લઈ શકે છે.
* ઈવાન્કા મશહુર ચાર મિનારની પણ મુલાકાત લેશે.
ઈવાન્કા ૨૯મી નવેમ્બરે યુએસ જશે.