યુએઇના મંત્રી શ્રીયુત મોહમ્મદ હસન અલ્સુવૈદીની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં તેઓએ વેરાવળ અને પોરબંદરના દરિયાકાંઠે મચ્છીમારી અને સી ફૂડ પાર્ક બનાવવા માટે રસ દાખવ્યો છે.
યુએઇના મંત્રી શ્રીયુત મોહમ્મદ હસન અલ્સુવૈદીની મુખ્યમંત્રી સાથે ઉચ્ચસ્તરીય બેઠક : રીન્યુએબલ એનર્જી, ઓફ શોર એન્ડ વિન્ડ એનર્જી, રિટેઇલ માર્કેટ અને પાવર પ્લાન્ટમાં રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંયુક્ત આરબ અમીરાતના રોકાણ બાબતોના મંત્રી શ્રીયુત મોહમ્મદ હસન અલ્સુવૈદીની ગાંધીનગરમાં ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ગુજરાતના યુએઇ સાથેના વાણિજ્યિક સંબંધોનો સેતુ વધુ દ્રઢ કરવા અંગે આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને પરસ્પર સહયોગ બાબતે ઉચ્ચ પ્રતિનિધિ મંડળે વિચાર વિમર્શ કર્યો હતો.
યુએઇના મંત્રીએ ગુજરાતમાં ફૂડ પાર્ક સ્થાપવા રસ દર્શાવ્યો હતો. તેમણે રીન્યુએબલ એનર્જી, ઓફ શોર એન્ડ વિન્ડ એનર્જી ક્ષેત્રમાં યુએઇ દ્વારા રોકાણો અંગે ઉત્સુકતા દર્શાવી હતી. રિટેઇલ માર્કેટ અને પાવર પ્લાન્ટ ઉપરાંત વેરાવળ અને પોરબંદર ખાતે સૂચિત સી-ફૂડ ઇન્ડસ્ટ્રી વિકસાવવા તેમણે રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલીગેશન સમક્ષ રાજયની વિકાસગાથા, ગીફટ સીટી, ધોલેરા સર, પીએમ મિત્ર પાર્ક સહિતની માહિતી રજૂ કરી હતી. તેમણે યુએઇને આગામી વાયબ્રન્ટ સીમિટમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવ્યું હતું.
યુએઇની નિષ્ણાંત ટિમ ટૂંક સમયમાં ગુજરાત આવી રોકાણ માટે તપાસ હાથ ધરશે
યુએઇના મંત્રીએ જણાવ્યું હતું કે તેમનો દેશ વેરાવળ અને પોરબંદરમાં સીફૂડ ઉદ્યોગ વિકસાવવા આતુર છે, એમ કહીને કે આ ક્ષેત્રમાં રોકાણની વિપુલ સંભાવના છે. તેમણે સીએમને કહ્યું કે યુએઇના નિષ્ણાતોની ટીમ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે અને રાજ્યમાં સીફૂડ ઉદ્યોગમાં રોકાણની શક્યતાઓ તપાસશે.