હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનું અષ્ટપર્વ ‘દિપાવલી’ એ માનવ જીવનની અનેક ભાવનાઓ પ્રગટ કરતું મહાપર્વ છે. પરંતુ દિપાવલીના આ મહાપર્વમાંથી જો ફટાકડાની બાદબાકી કરવામાં આવે તો આ તહેવાર નિ:રસ લાગે એટલે જ તો ઘણા ગામડાઓમાં ‘આજ દિવાળી – કાલ દિવાળી ’ ફટાકડાની છે બલિહારી આવું સુત્ર સાંભળવવા મળે ખરૂ
દિવાળી મહાપર્વને ચાર ચાંદ લગાવતા ‘ફડાકડા’ની બજારમાં અવનવી રંગબે રંગી વેરાયટીઓ
છેલ્લા ચાર પાંચ વર્ષથી કોરોના ઇફેકટસ બાદ આ વર્ષે સંંપૂર્ણ વાતાવરણ કલીયર થતાં દિપોત્સવી પર્વે લોકોમાં ઉત્સાહ- ઉમંગ વધુ જોવા મળે છે. 2023નું વર્ષના અંતિમ તબબકે ગુજરાતી કેલેન્ડરનું નવું વર્ષ દિવાળી લોકો રંગેચંગે ઉજવે છે. લોકો પોતાના ઘરને રોશનીથી ઝગમગ કરીને શુભ લાભના આશથી ઘરની સાફ સફાઇ સાથે નવા વસ્ત્રો પરિધાન પણ કરે છે.
બાળથી મોટેરા તથા પરિવારજનો દિપોત્સવી પર્વે ફટાકડા ફોડીને દિપાવાનું પર્વ ઉજવે છે. ત્યારે રમા અગિયારસથી શરુ કરીને 13, 14 અને પુનમ નો તહેવાર ઉજણી કરે છે. આ દિવસોમાં લોકોનો અનેરો ઉત્સાહ સૌ મુખારવિંદ પર જોવા મળે છે. આ તહેવારો ફટાકડા રોશની ના ઝગમગાટ સાથે કલ્યાણ, મંગલમય, ઉમંગ, ઉલ્લાસ, ઉત્કર્ષ અને ઉજાસનો તહેવાર ગણાય છે.
તહેવારોની મહારાણી દિવાળી એટલે પ્રકાશ પર્વ આનંદ ઉત્સવ ના આ મહોત્સવ માં નવા કપડા રોશની નો ઝગમગાર્ડ અને મીઠાઈ ની સાથે જ ફટાકડા તો જોઈએ જ ફટાકડા દિવાળીના તહેવારોની સાચી રોનક બને છે આમ તો દિવાળીના તહેવારોની ઉજવણીની પરંપરા આદિ કાળથી ચાલી આવે છે ભગવાન રામ અયોધ્યા ના પુન: પ્રવેશ ને વધારવા માટે અવધવાસીઓએ અયોધ્યા નગરીઓને શણગારીને પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી ભગવાન રામની આ અમર ગાથા ને દિવાળીની ઉજવણી એ આજે પણ સજીવન રાખી છે ત્યારે પ્રકાશ પર્વ દિવાળીમાં આનંદના પર્યાય ફટાકડા ની આતશબાજી થી દિવાળીનો તહેવાર વધુ લોકપ્રિય બન્યો છે.
સમય સંજોગો અને ટેકનોલોજીને લઈ તમામ તહેવારોની જેમ દિવાળીની ઉજવણીમાં પણ અમુલ પરિવર્તન આવ્યું છે સાથે સાથે આધુનિક ટેકનોલોજી ના લાઈટ ડેકોરેશન અને મ્યુઝિકની લેટેસ્ટ જનરેશન ડીજેમા બજારમાં ફટાકડાની પણ નીત નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે. દિવાળીના દીવડાની જેમ જ ફટાકડા પણ સમય સાથે રંગરૂપ બદલી રહ્યા છે પરંતુ દિવાળીમાં ફટાકડાનું મહત્વ આજે પણ બિનહરીફ રહ્યું છે બજારમાં ચાંદલીયાથી લઈ 200 500 અને 1000 રૂપિયા સુધીના ધડાકા કરતા નિત નવા ફટાકડાઓને ક્યારેય મોંઘવારી નડતી નથી હવે તો ફટાકડાનું ઉત્પાદન ગુજરાતમાં પણ થવાની તૈયારીઓ થઈ રહી છે અત્યાર સુધી ફટાકડા ઉત્પાદનમાં શીવાકાશી મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે બજારમાં સ્થાનિક ફટાકડાઓની સાથે સાથે ચાઇનાના ઈમ્પોર્ટેડ ફટાકડાઓ પણ ધૂમ મચાવી રહ્યા છે ચાંદલીયા થી લઈ રોકેટ જમીન ચકરી વિવિધ પ્રકારના જાળવાઓ અને એકથી 51 અવાજ થાય તેવા મલ્ટીપ્લાસ્ટ ફટાકડાની સાથે સાથે હવે સ્વીચ ઓન ફટાકડા પણ આવ્યા છે આ વર્ષે મોંઘવારીના કારણે ફટાકડાના ભાવમાં વધારો આવ્યો છે પણ વેપારીઓએ માલ મંગાવવામાં અને ખરીદ ખરીદારોએ ખરીદીની યાદીમાં જરા પણ કચાશ રાખી નથી