એ વાત સાચી છે કે, ક્રિકેટ ઇઝ ધ મેન્ટલ ગેમ. વિશ્વકપમાં માનસિક રીતે સુદ્રઢ બનેલી ભારતની ટીમ વિરોધીઓને સતત હંફાવી રહી છે. ત્યારે દક્ષિણ આફ્રિકાને દરેક ખૂણે ચિત કરી ટીમ પોઇન્ટ ટેબલ પર મોખરે પહોંચી ગઈ છે. ભારત સામેના મેચમાં આફ્રિકા પહેલા બોલ થીજ પ્રેશરમાં રમી રહ્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમે કુલ 22 વાઈડ આપ્યા હતા. જે સ્પષ્ટ સૂચવે છે કે આફ્રિકા અંડરપ્રેશરમાં રમી રહી છે. અને ફરી ચોકર્સની ભૂમિકામાં આવ્યું છે.
આફ્રિકા ફરી ચોકર્સની ભૂમિકામાં : ઈનિંગમાં 22 વાઈડ આપ્યા
243 રનની જીત સાથે ભારત પોઇન્ટ ટેબલમાં મોખરે
વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 83 રનમાં ઓલઆઉટ કરી દીધું. દક્ષિણ આફ્રિકાની ઈનિંગ માત્ર 27.1 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતે આ મેચ 243 રને જીતી લીધી છે.ભારતનો આ સતત 8મો વિજય છે. વર્લ્ડ કપમાં ભારતનું અજેય અભિયાન ચાલું છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર રેકોર્ડ 49મી સદી ફટકારીને ચાહકોને બેવડી ખુશી આપી છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને 327 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટો ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 121 બૉલમાં 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. વળી, રવિન્દ્ર જાડેજા 15 બૉલમાં 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 326 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે વર્લ્ડ કપ 2023માં સતત આઠમો વિજય મેળવ્યો છે. ભારત હવે 12 નવેમ્બરે નેધરલેન્ડ્સ સામે અંતિમ લીગ મેચ રમશે.
49 સદી લગાવવા છતાં સચિનની બરાબરી કરવી મુશ્કેલ : કોહલી
વિરાટ કોહલીએ 119 બૉલમાં સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની 49મી સદી હતી. આ બાબતમાં તેને મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકરની બરાબરી કરી હતી. સચિને વનડેમાં પણ 49 સદી ફટકારી છે. સચિને 452 વનડે ઇનિંગ્સમાં આ કર્યું હતું, જ્યારે વિરાટે તેની 277મી વનડે ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. આમાં ખાસ વાત એ હતી કે આજે તેને આ પરાક્રમ તેના જન્મદિવસ પર સદી ફટકારીને કર્યુ છે. આ વર્લ્ડકપમાં આ તેની બીજી સદી હતી. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે સચિનની સદીની બરાબરી તો ઠીક પરંતુ તેના કૌશલ્યની બરાબરની કરવી ખૂબ મુશ્કેલ છે કારણ કે સચિન તેંડુલકર તે સમાજના આજના સમયના હીરો છે અને તેની કોઈપણ પ્રકારે તુલના ન કરી શકાય.