ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગરીબો ની કસ્તુરી ડુંગળી અને લસણની પુષ્કળ આવક થવા પામી હતી. મમાર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 24 હજાર કટ્ટાની તેમજ લસણ ની 20 થી 25 હજાર બોરી ની આવક થવા પામી હતી. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 300 થી લઈને 900 રૂપિયા સુધીના બોલાયા હતા. લસણ ની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1500 થી લઈને 2500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.લસણ અને ડુંગળીની હરાજીમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા
માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણ ની મબલખ આવકથી ઉભરાયું હતું. ખેડૂતોની જણસી ઉતારવા માટે યાર્ડ મેદાન ટૂંકું પડ્યું હતું. યાર્ડ ના સત્તાધીશો દ્વારા બે દિવસ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળી લઈ નહિ આવવા ની જાહેરાત કરવામાં આવી છે.રવિવાર ને રાત્રીના 10 વાગ્યા થી ડુંગળીની આવક શરૂ કરવામાં આવશે.
માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 20 થી 25 હજાર બોરી લસણની આવક થાય છે. હાલ ખેડૂતોને લસણના 20 કિલોના 1500 થી 2500 રૂપિયા સુધીના ભાવ મળે છે. તેમજ સમગ્ર ભારતભર માં અલગ અલગ રાજ્યો માંથી વેપારીઓ લસણ ની ખરીદી માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે અને અહીંથી મલેશિયા, દુબઈ, બાંગ્લાદેશ જેવા દેશો ની અંદર પણ લસણ નો નિકાલો થતો હોય છે.
લસણનો અત્યાર થી જ નવા માલ ની ગત વર્ષ કરતા સારા એવા બજાર ભાવ મળી રહ્યા છે. કારણકે બે થી ત્રણ રાજ્યોમાં લસણનો પાક ફેલ જવાથી ભારત ની અંદર જે પ્રકારે જરૂરિયાત હોય તેના કરતાં માલ ની આવક ઘટે છે તેને હિસાબે ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યા છે