SBI સહિત દેશભરની પ્રમુખ બેંકોનાં ખાતાધારકોને પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટે ફરજિયાતપણે કહેવામાં આવ્યું હતું. આ આદેશ બાદ શહેરોનાં હિસાબે ખાતામાં દર મહિને મિનિમમ બેલેન્સ રાખવું એ અનિવાર્ય કરી દેવાયું, જેવું ન કરવાંથી ખાતામાંથી રૂપિયા કપાવા લાગ્યા છે.
SBI સિવાય અન્ય દરેક પ્રાઇવેટ અને પીએનબી બેંકોમાં પ્રત્યેક ખાતાધારકોને બેલેન્સ રાખવું નથી પડતું. જો કે બેંકોએ પહેલાં આ નિયમ દરેક પ્રકારનાં સેવિંગ ખાતાધારકો પર લાગુ કર્યો હતો પરંતુ હવે આમાં કંઇક વિશેષ પ્રકારનાં ખાતાઓમાં આ નિયમમાં ફેરફાર કર્યા છે.
બેંકોનાં નિયમો અનુસાર, મેટ્રો શહેરોનાં ખાતાધારકોને 3 હજાર રૂપિયા, મોટા ટિયર ટૂ શહેરોમાં પણ 3 હજાર રૂપિયા અને નાના શહેરોમાં 2 હજાર રૂપિયા તેમજ ગ્રામ્ય દેશમાં 1000 રૂપિયા ખાતામાં રાખવા અનિવાર્ય છે. પહેલા મેટ્રો શહેરોમાં આ સીમા રૂ.5 હજારની હતી. કે જેને SBIએ ઘટાડી દીધી હતી.
SBIએ આપી મોટી રાહતઃ
હવે દેશની સૌથી મોટી બેંક SBIએ જન-ધન ખાતા, સેલરી એકાઉન્ટ, સ્ટૂડન્ટ એકાઉન્ટ અને સ્ટાફ એકાઉન્ટને મિનિમમ બેલેન્સ રાખવાનું ફરજિયાતપણું હવે ખતમ કરી દીધેલ છે. આ સાથે પેન્શન ખાતાધારકો, સરકારની કોઇ સ્કિમ અંતર્ગત ખોલવામાં આવેલ એકાઉન્ટ્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરનાં છોકરાઓ માટે ખોલવામાં આવેલ એકાઉન્ટને પણ આમાંથી બહાર રાખવામાં આવેલ છે.
બેંકે ઘટાડી દીધી પેનલ્ટીઃ
બેંકે હવે મિનિમમ બેલેન્સ ન રાખવા પર લગાવવામાં આવતી પેનલ્ટીને પણ ઘટાડી દીધેલ છે. હવે નાના શહેરોમાં અને ગ્રામ્ય દેશોમાં ખોલવામાં આવેલ ખાતાઓમાં રૂ.20થી લઇ રૂ.40 કપાય છે. અર્બન અને મેટ્રો શહેરોમાં આ પેનલ્ટી રૂ.30થી રૂ.50 છે.