નવનોરતા, દસમે દી એ દશેરા. વીસદિવસે દિવાળીને, બેસતાવર્ષ, ભાઈબીજ થી લઈને દેવ દિવાળી સુધીના તહેવારોને આમ તો ધર્મ સંસ્કૃતિ અને પરંપરા ના પ્રતીક માનવામાં આવે છે પરંતુ પ્રકાશના પર્વ દીપાવલી પર્વ ના આનંદ ઉત્સવની સાથે સાથે તહેવારોની ઉજવણીનો મર્મ કંઈક અલગ ઉમદા અને સમગ્ર માનવ જાત અને પ્રકૃતિ મય છે દિવાળીની ઉજવણીની પ્રત્યેક પરંપરામાં નવી ઊર્જાના સંચાર અને પ્રકાશની જેમ જીવનમાં પણ ઉર્જાવાન રહેવાની ઉમદા ભાવના રહેલી છે,
નવરાત્રિના ગરબા અને દિવાળીના દીવડાઓના કોડિયા બનાવવામાં આખું વર્ષ માટી કામના કારીગરો ના ચાકડા ધમધમતા અને કુંભાર વ્યસ્ત રહેતા‘તા હવે ફેન્સી આઈટમો સિરીઝ- ટમટમિયાઓના કારખાના તહેવારો માટે ધમધમેં છે
ભારતીય સામાજિક ધર્મ સંસ્કૃતિમાં દિવાળીની ઉજવણી સદીઓથી ચાલી આવતી એક સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા માનવામાં આવે છે ,ભગવાન શ્રીરામના અવધ આગમન ની ખુશીમાં સમગ્ર ભારત વર્ષમાં દિવાળીની ઉજવણી થાય છે.
આ ઉજવણીમાં સામાજિક સમરસતા આનંદની સાથે સાથે પ્રકૃતિના જતન નો મર્મ રહેલો છે,, દિવાળીના દિવસે ઘરને દીવડાઓથી સજાવવામાં આવે છે .
હવે જમાનો બદલાયો છે… રીત રિવાજ અને પરંપરા એની એ રહી છે પરંતુ સાધન સવલત અને વ્યવસ્થા માં “પરિવર્તન” આવ્યું છે ,આ પરિવર્તન દિવાળીની ઉજવણીમાં પણ દેખાય છે . એક જમાનો હતો કે ઘરની ડેલીએ ટોડલે દિવાળીના દિવસે કોડીયા ના દીવા કરવામાં આવતા હતા, હવે કોડિયાના દિવાની જગ્યાએ “ઇલેક્ટ્રોનિક સિરીઝ” ટમટમિયા અને વિવિધ પ્રકારના ડેકોરેશન ઉપકરણોથી દિવાળીની રોશની વધુ તેજમય બની છે
વધતી જતી વસ્તી અને તહેવારોની ઉજવણી નો વધી રહેલ ઉમંગ દિવાળીના તહેવારોએ પ્રકાશ ફેલાવવામાં કોઈ કસર રહેતી નથી સરકારી ખાનગી ઇમારતો અને આખી આખી બજારો ડેકોરેશનથી ઝગમગી ઊઠે છે.
જાણે કે અમાસે સૂરજ ઉગ્યો હોય તેવી દિવાળીએ રોશની થાય છે.
ઇલેક્ટ્રોનિક આઈટમો અને હાઈ વોલ્ટેજ લાઈટોથી દિવસે સુરજ ના પ્રકાશ કરતા રાતના રોશનીના માહોલમાં આખો વધારે અંજાઈ જાય છે, દિવાળીમાં રોશની નું પ્રમાણ વધ્યું છે, પરંતુ જૂની પરંપરા ના દીવડાવો નું મહત્વ ઘટતું જાય છે… દિવાળીના દીવડા એક નાનાયજ્ઞ કુંડની ગરજ સારે છે, ઘી તેલના દીવાઓ ની રોશની અને ઉર્જાથી વાતાવરણ સ્વચ્છ થાય છે દિવાળીના તહેવાર ચોમાસાની સિઝન પછી આવતા હોવાથી વાતાવરણમાં વાંધાજનક વાયુ અને બેક્ટેરિયાનું પ્રમાણ રોગ જીવાણુઓ ની ઉત્પત્તિ નો વધારો હોય તેવા સમયમાં દિવાળીની આતસબાજી અને દીવડાઓની રોશની થી વાતાવરણ અને પર્યાવરણને શુદ્ધ કરવાની એક સામાજિક વ્યવસ્થા છુપાયેલી છે. અત્યારે બજારમાં પાંચ રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ડેકોરેટિવ આઈટમ વેચાઈ રહી છે બદલાયેલા સમયમાં પરિવર્તન અનિવાર્ય છે ઇલેક્ટ્રોનિક આઈટમોની જાગ જમાડ અને સવલત વધી છે એક વખત સિરીઝ ખરીદી લીધા પછી વર્ષો સુધી સાચવી શકાય અનેકવિધ કલર અને કોલેટી ના કારણે શણગાર વધુ મનમોહન બન્યું છે પરંતુ બદલાતા જતા સમયમાં વિસરાઈ ગયેલા દીવડાવો ની મહત્તા પણ ભૂલવી ન જોઈએ
તહેવારોની મહારાણી અને પ્રકાશના પર્વ દીપાવલીમાં રોશની ઘરની સજાવટ અને સ્વચ્છતા નો આગ્રહ રાખવામાં આવે છે સમય અંતરે દિવાળીમાં બદલાવ આવતો જાય છે એક જમાનામાં દિવાળી ની રોશનીમાં માટીના કોડિયા તેલ ઘી નુઊંજણ અને નવા કપાસની વાટ થી દીવા તૈયાર કરીને ઘરની ડેલી ઉંમરે અને ઘરને સજાવવામાં આવતા હતા હવે રોશની માં દિવડા ની જગ્યાએ ઇલેક્ટ્રોનિક સિરીઝ ટમટમિયા અને વિવિધ પ્રકારની ડેકોરેટિવ આઈટમ નો ક્રેઝ વધી રહ્યો છે પ્રાચીન પરંપરાના દિવાળીના દીવડાઓની જગ્યાએ હવે ટમટમિયાનો દબદબો વધી રહ્યો છે બજારમાં પણ માટીના કોડિયા દીપકની સાથે સાથે ઇલેક્ટ્રોનિક સિરીઝ અને ડિજિટલ ડેકોરેશનની વસ્તુઓ અત્યારે ધૂમ મચાવી રહી છે
દિવાની જગ્યાએ હવે ડેકોરેટિવ લાઈટ નો વપરાશ વધી રહ્યો છે દીવડાઓની જગ્યાએ ઈલેક્ટ્રીક ડેકોરેટિવ આઈટમ અનેક રીતે સાનુકૂળ થતી જાય છે ઈલેક્ટ્રીક સિરીઝ એક વખત ખરીદીયા પછી વર્ષો સુધી ચાલે છે જ્યારે દીવડાવવાનું મેન્ટેનન્સ અને તેલ વાટ ની વ્યવસ્થા અત્યારની પેઢી માટે માફકઆવે તેવી રહી નથી અલબત્ત આપણા સમાજમાં હજુ જૂની પરંપરા ના જતન માટે પ્રયાસો કરવાવાળા પ્રવૃત્તિ છે
ઇલેક્ટ્રોનિક આઈટમો અને હાઈ વોલ્ટેજ લાઈટોથી દિવસે સુરજ ના પ્રકાશ કરતા રાતના રોશનીના માહોલમાં આખો વધારે અંજાઈ જાય છે, દિવાળીમાં રોશની નું પ્રમાણ વધ્યું છે, પરંતુ જૂની પરંપરા ના દીવડાવો નું મહત્વ ઘટતું જાય છે…
દિવાળીની રાત્રે ઘર આખું ભલે ડેકોરેટિવ સિરીઝથી શણગાર્યું હોય પણ ઘરની લક્ષ્મી માલકીન દિવાળીએ અચૂક પણે દરવાજે બે દીવા કરીને પરંપરાનું શુકન સાચવે છે
દીવડા બનાવવા વાળા અને ગરબા ઘડવાવાળા માટીકામના કલાકારો ની વસ્તુઓ પણ વેચાય છે બજારમાં કલાત્મક કોડીયા અને ગરબા પણ અસ્તિત્વ માટે સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે. દિવાળીની ખરીદીમાં હવે ઇલેક્ટ્રોનિક આઈટમ અને ખાસ કરીને સિરીઝ લાઈટો વધુ વેચાઈ રહી છે પરિવર્તન સંસારનો નિયમ છે દિવાળી પણ હવે ડિજિટલ યુગમાં પ્રવેશે તો એમાં કાંઈ વાંધો નથી પણ જૂની પરંપરા સંસ્કૃતિ અને રિવાજ પાછળના મર્મ નવી પેઢી ને પણ સમજાવવા જોઈએ.
દિવાળીની ઘર સજાવટની પરંપરા સફાઈ નો રિવાજ સામાજિક ઉર્જા નો કરે છે “સંચાર”
તહેવારોની મહારાણી દિવાળી માત્ર આનંદ ઉત્સવ નથી નવા વર્ષ ના ઉમંગ અને નવા વિચારોની ઉર્જા ના સંચાર માટે દિવાળી નિમિત બને છે, ઘરની સજાવટ અને સફાઈ નો રિવાજ વીતેલા સમયને ભૂલીને નવા વર્ષ માટે તૈયાર થવાની ઉર્જા આપે છે જેવી રીતે ઘરને સજાવવામાં આવે છે તેવી રીતે મનને પ્રફુલિત કરી ઘરમાંથી જૂનો કચરો ઝાડા બાવા દૂર કરવામાં આવે છે તેવી જ રીતે મનના નબળા વિચારો દૂર કરીને નવા વર્ષે નવા ઉજમ સાથે કર્મ સાથે જોડાઈ જવા ની પ્રેરણા દિવાળીના તહેવારો આપે છે જે દરેકના જીવનમાં અંધારા પછી પ્રકાશનું સંદેશો પાઠવે છે
દિવાળીના દીવડા “પ્રકાશ” સાથે વાતાવરણ “શુદ્ધિકરણ” નું પણ કામ કરે છે
દિવાળીના તહેવારોમાં માટીના કોડીયામાં તેલનું ઊંજણ અને કપાસની વાટ ની દરેક પરિવારમાં અચૂક ખરીદી થાય… દિવાળી એ પ્રગટાવતા દીવડા માત્ર અમાસની રાત ના અંધારા ઉલેચવા માટે જ નહીં, પણ પર્યાવરણ શું શુંધિકરણ માટે પણ ઉપયોગી ગણાય છે, ચોમાસા ના ભેજવાળા વાતાવરણ પછી આવતા પ્રકાશપર્વ દિવાળીમાં આતસભાજી અને દીવડાઓની રોશની થી વાતાવરણમાં બેક્ટેરિયા અને વાંધાજનક તત્વોનો નાશ થાય છે દિવાળીના દીપક રોશનીની સાથે સાથે વાતાવરણ શુદ્ધિકરણનું પણ કામ કરે છે