મવડી વિસ્તારના સ્વાગત આકેર્ટટમાં આવેલા સી.વી.ઇમ્પેક નામના હીરાના કારખાનામાં બની છે. ગતરાત્રી દરમિયાન હીરાના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય શટરના તાળા તોડી તિજોરીમાં રાખેલા રુા.8 લાખ રોકડા અને 12 હજાર નંગ હીરા મળી રુા.64 લાખની ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. સીસીટીવી ફુટેજ અને બાતમીદારની મદદથી ત્રણ શકમંદને ઝડપી લેતા માતબાર રકમની ચોરીમાં મહત્વની લીડ પોલીસને મળી છે.
સીસીટીવી ફુટેજ અને બાતમીદારોની મદદથી ક્રાઈમ બ્રાંચ અને એલસીબી ઝોન-2ની ટીમને મળી મહત્વની સફળતા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે રહેતા અને મવડી ચોકડી અને બાપા સિતારામ ચોક પાસે આવેલા ,સ્વાગત આર્કેટમાં ભાગીદારીમાં સી.વી.ઇમ્પેક ડાયમંડ નામના હીરાના કારખાનાના માલિક મુકેશભાઇ ગોપાલભાઇ દુધાત્રાએ પોતાના હીરાના કારખાનાના તસ્કરોએ શટરના તાળા તોડી તિજોરી તોડી રુા.8 લાખ રોકડા અને 12 હજાર નંગ હીરાની ચોરી થયાનું પોલીસમાં જાહેર કર્યુ છે.ચોરીની ઘટનામાં હીરાના જાણકાર અને જાણભેદુની સંડોવણીની શંકા સાથે પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ડાયમંડમાં કામ કરતા તમામ કારીગરના મોબાઇલ લોકેશન, તાજેતરમાં કામ પરથી છુટા થયેલા કારીગરોને બોલાવી પૂછપરછ શરુ કરવામાં આવી છે. જ્યારે પોલીસની બીજી ટીમ મવડી રોડ પરના રાત્રી દરમિયાનના સીસીટીવી ફુટેજ એકઠા કરી ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરુ કરી નવ થી દસ જેટલા શકમંદોની પૂછપરછ દરમિયાન ત્રણ શકમંદની પૂછપરછમાં તે ભાંગી પડયાનું અને સીસીટીવી ફુટેજમાં ઓળખ મળી હોવાથી ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. ત્રણેય શકમંદ પાસેથી ચોરીનો મુદામાલ કબ્જે કર્યા બાદ આવતી કાલ સુધીમાં ચોરીના ભેદ ઉકેલાયાની સતાવાર જાહેરાત કરવામાં આવે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.