વન ડે વિશ્વ કપ હાલ રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે જેમાં ભારતે શ્રીલંકાને મોટા માર્જિનથી હરાવી સેમિફાઇનલમાં પોતાનું પદ સુનિશ્ચિત કરી દીધું છે. તે ખરા અર્થમાં માનસિક દ્રઢતા દેખાડી તમામ ટીમોને ચિત કરી દઈ વિપક્ષિ ટીમો ઉપર પોતાનો એક હાવ ઊભો કર્યો છે. ભારતના બેટ્સમેનોની સાથે બોલરો પણ પોતાનું કૌટુંબ દેખાડી રહ્યા છે અને વિપક્ષે બેચમેનોને ચિત કરી ટીમને વિજય અપાવવામાં સીફાળો આપે છે જેનું ઉત્તમ ઉદાહરણ ગઈકાલે શ્રીલંકાના મેચ સામે જોવા મળ્યું. મોહમ્મદ સામી તેની રૂટીન બોલિંગ થી થોડા અંશે પોતાની લાઈનને શોર્ટ કરી વિરોધીઓને હંફાવવાનું શરૂ કર્યું અને વિશ્વ કપમાં ભારતીય ટીમ તરફથી સર્વાધિક વિકેટ લેનાર ખેલાડી તરીકે રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યો.
વિશ્વકપમાં 302 રનના સૌથી મોટા માર્જીનથી જીતવાનો રેકોર્ડ ભારતે સ્થાપિત કર્યો.
શ્રીલંકા સામે ભારતે મૂકેલા 358 રનના મસમોટા લક્ષ્યની સામે માત્ર 55 રન બનાવી ઑલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકન ટીમ ભારત સામે માત્ર 20મી ઓવર સુધી જ ટકી શકી. ટુર્નામેન્ટમાં સતત છ મૅચમાં જીત મેળવીને ભારત આ મૅચમાં શ્રીલંકા સામે જીતના વિશ્વાસ સાથે મેદાનમાં ઊતરી હતી. હવે પોતાની તમામ મૅચોમાં જીત સાથે ભારત 14 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં સૌથી ટોચના ક્રમે પહોંચી ગઈ છે. શ્રીલંકાના કપ્તાન કુશલ મેન્ડિસે ટૉસ જીતી પ્રથમ બેટિંગ માટે ભારતને આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની ઇનિંગ રમી હતી. તેમજ વિરાટ અને ગિલ વચ્ચે થયેલી 189 રનની ભાગીદારીને કાણે શ્રીલંકા સામે ‘પહાડસમું’ વિશાળ એવું 358 રનનું લક્ષ્ય મૂક્યું હતું.
ભારતીય બેટિંગની શરૂઆત કપ્તાન રોહિત શર્માએ ચોગ્ગા સાથે કરી હતી પંરતુ બીજા જ બૉલ પર દિલશાન મધુશંકાએ પોતાના ઇનસ્વિંગ બૉલે તેમને બોલ્ડ કરીને પેવેલિયન પાછા મોકલી દીધા. તે બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ બીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી. અને ભારતને અત્યંત મજબૂત સ્થિતિમાં લાવીને ખડું કરી દીધું. પ્રથમ પાવરપ્લેની દસ ઓવરમાં ભારતે એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યા હતા. તેમજ 16મી ઓવરમાં ભારતનો સ્કોર 100ને પાર થઈ ગયો.વિરાટ કોહલીએ વનડેની પોતાની 70મી અર્ધ સદી નોંધાવી અને શુભમન ગિલે 11મી વખત 50 રનનો આંકડો પાર કરી લીધો. તે બાદ બંને પોતપોતાની સદી તરફ આગળ વધી જ રહ્યા હતા કે બંને જામેલા બૅટ્સમૅનોનું જાણે 30મી ઓવરમાં ધ્યાન ભટકી ગયુ હતું.
જંગી સ્કોરનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ની ખૂબ નબળી શરૂઆત થઈ હતી અને સંપૂર્ણ ટીમ માત્ર 20 ઓવર સુધી જ ભારતીય બોલરો સામે ટકી હતી. બોલરો તરફથી સર્વાધિક પાંચ વિકેટ મોહમ્મદ શામીએ ઝડપી હતી અને પાંચ વિકેટ લઈ મોહમ્મદ સામીએ એક અલગ જ રેકોર્ડ ઉભો કર્યો. ટીમ અજય જે રીતે રહી છે તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે ભારતીય ટીમની માનસિક દ્રઢતા તેનું સૌથી મોટું હથિયાર છે જેની સામે અન્ય ટીમો ટકી શકતી નથી. તરફ મોહમ્મદ શાની દ્વારા જે લાઈન ઉપર બોલિંગ કરવામાં આવે છે તે લાઈન ને અન્ય બેટ્સમેનોને સમજવી ખૂબ કપરી છે અને પરિણામ સ્વરૂપે તેને ધાર્યો લાભ અને વિકેટો મળી રહી છે.
સચિનની 49 સદીની બરાબરી કરતાં વિરાટ ચૂક્યો
સચિન તેંડુલકર ની 49 સદીની બરાબરની કરવાનો વિરાટ કોહલીને એક સારો મોકો મળ્યો હતો પરંતુ તે મોકો જાણે તેને ગુમાવી દીધો હોય કારણ કે તે માત્ર 12 રનથી જ સભી ચુક્યો હતો. શ્રીલંકા સામેના મેચમાં સદી ફટકારત તો તે આ વિક્રમની બરાબરી કરી શકત.
કલાસિકલ ગીલ હજુ પણ સંપૂર્ણ ફીટ નથી
ભારતીય ક્રિકેટ નું એક નવું જ રૂપ અને ક્લાસિકલ બેટ્સમેન શુભમનગીલને ડેન્ગ્યુ થયા બાદ હાલ જે ફિટનેસ તેની જોવા મળતી હતી તેમાં ઘણો અભાવ જોવા મળ્યો છે 92 રનની ઇનિંગમાં ગીલને ઘણી તકલીફનો સામનો પણ કરવો પડ્યો હતો જે બાદ દિલે જણાવ્યું હતું કે આ ડેન્ગ્યુ થયા બાદ તેનો આશરે ચાર કિલો જેટલો વજન ઘટી ગયો છે અને જે રીતે હાડકા કામ કરવા જોઈએ તેમાં હજુ પણ અશક્તિ છે ત્યારે આવનારા મેચમાં વધુ સારી રીતે તે પ્રદર્શન કરશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.