હિંમતનગર સમાચાર
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલના હસ્તે ટ્રાફિકની અવેરનેસને લઈને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે હિંમતનગર શહેરમાં જાહેર રસ્તા પર ટ્રાફિકને લઈને બાઈક ચાલકોને કોઈ અકસ્માતની ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રાફિકના નિયમને લઈ દંડ કરવાને બદલે હેલ્મેટનું વિતરણ કરાયું.
બાઇક ચાલકો બેફામ બાઈક ચલાવીને અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે. જેને લઈને જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા. આશરે 100 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ વિતરણનું સમગ્ર સંચાલન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એસ. જે. પંડ્યા તથા પી.એસ.આઇ વિમલ ચૌહાણએ કર્યું હતું.