ગલ્ફના દેશોના બદલે હવે યુરોપ પર દારો મદાર
‘સોને કી બિસ્કુટ’નું ‘સરનામું’ બદલાયું
સોનાના દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડી છે કે તેઓ હવે ગોલ્ડ સ્મગલિંગ માટે ગલ્ફ દેશોના બદલે યુરોપ પર હવે દારોમદાર રાખતા થયા છે. અત્યારસુધી તેઓ આરબ દેશોમાંથી ટન બંધ સોનુ (બિસ્કીટ)ની દાણચોરી કરતા હતા પરંતુ હવે ‘સરનામું’ બદલાયું છે.
ભારતીય કસ્ટમ ઓથોરીટીના અહેવાલ અનુસાર-પીળી ધાતુને દેશમાં ગેરકાયદેસર ઘુસાડવા માટે યુરોપ સૌથી સરળ રૂટ બન્યો છે. અગાઉ આરબ દેશો દુબઈ-શાહજાહ-અબુધાબી વિગેરે સોનાની દાણચોરી માટે મોખરે હતા હવે કહાની મેં ટિવસ્ટ આવી ગયો છે.
તાજેતરમાં ગોલ્ડ સીઝર (દાણચોરીના સોનાનું જપ્તીકરણ) પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે યુરોપીયન રૂટથી ભારતમાં દાણચોરીનું ગેરકાયદે સોનુ ઘુસાડવું તે સ્મગલરોની નવી મોડેસ ઓપરેન્ડી છે.
અત્યાર સુધી અથવા હમણા સુધી ગલ્ફ ક્ધટ્રીમાંથી સોનાની બેફામ દાણચોરી યેનકેન પ્રકારે થતી એટલે ગલ્ફ ક્ધટ્રીમાંથી ભારત આવતા દરેક મુસાફરની કડકમાં કડક જાંચ કરવામાં આવતી. પછી તો થયું એવું કે, દાણચોર ગમે તેમ કરીને લાખ છુપાવીને સોનુ લાવતો તો ય તાકાતવાળા સ્કેનર અને કસ્ટમ પોલીસની પાંખી નજરમાંથી બચી શકતો ન હતો. તેમની બધીય મહેનત માથે પડતી. બધુ સોનુ પકડાઈ જતુને પોતે જેલના સળિયા પાછળ ધકેલાઈ જતો. તાજેતરમાં રાજકોટ એરપોર્ટ ખાતે પણ કરોડોની કિંમતનું દાણચોરીનું બિનવારસી સોનુ પકડાયું હતું. આ ફલાઈટ આમ તો મુંબઈથી આવી હતી પરંતુ ઓરીજીનલ સોનુ કયા દેશમાંથી આવેલુ તે તો રામ જાણે !!! ટૂંકમાં તપાસ ચાલી રહી છે.
જર્મનીના ફ્રેન્કફર્ટથી રૂપિયા ૨૫.૫૦ લાખની કિંમતનું ૯૯૫ ગ્રામ સોનુ દાણચોરી કરીને લાવી રહેલા સિનિયર સિટીઝન કપલને નવી દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટના હજુ ૧૦મી નવેમ્બરની જ છે. પતિની ઉંમર ૬૫ અને પત્નીની વય ૬૭ વર્ષ બતાવાઈ છે. નામ કોઈ અકળ કારણસર જાહેર કરાયા નથી.
આ સિવાય લંડન, પેરિસ, બર્લિન, બર્ન, વિએના, બુડાપેસ્ટ, બ્રસેલ્સ, યુકેન વિગેરે દેશોમાંથી દાણચોરી થયેલું સોનુ ભારતીય કસ્ટમ વિભાગે ઝડપી લીધું છે. આ તમામ નામ યુરોપના છે. ટૂંકમાં હવે દાણચોરી માટે યુરોપ નવો રૂટ છે.