હેલ્થ ન્યુઝ
દિલ્લી અને મુંબઈમાં પોલ્યુશન વધી રહ્યું છે તેવા સમયે તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે જેનાથી પ્રદુષણ કંટ્રોલમાં રહે અને લોકોના સ્વાસ્થયને નુકશાન ના પહોચે. હવામાં રહેલા પ્રદૂષણના નાના કણો મનુષ્યમાં પાર્કિન્સન રોગનું કારણ બની શકે છે. તેનું જોખમ 56 ટકા સુધી મનુષ્યોમાં જોવા મળ્યું છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે PM 2.5 અથવા તેનાથી ઓછા કદના પ્રદૂષિત કણો શ્વાસ દ્વારા મગજમાં પહોંચે છે અને પછી મગજમાં સોજો લાવી શકે છે.
જેના કારણે સંબંધિત વ્યક્તિમાં પાર્કિન્સન રોગ વિકસી શકે છે. ન્યુરોલોજી મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં અમેરિકન સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે દેશના દરેક ભાગમાં વાયુ પ્રદૂષણ અને પાર્કિન્સન રોગ વચ્ચેનો સંબંધ સરખો નથી. સંશોધકોએ આ અભ્યાસ અમેરિકાના 2.20 કરોડ લોકો પાસેથી એકત્રિત ડેટા પર કર્યો છે, જેમાં માનસિક વિકૃતિઓ સાથે સંબંધિત કુલ 90 હજાર દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ પછી, તેમના ઘર, આસપાસના વાતાવરણ અને રાજ્ય વિશે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. અમેરિકાની બેરો ન્યુરોલોજીકલ સંસ્થાના મુખ્ય સંશોધક પ્રો. બ્રિટ્ટેની ક્રઝિઝાનોવસ્કીએ જણાવ્યું હતું કે વ્યક્તિના અગાઉના અને પછીના પ્રદૂષિત કણોના સંપર્ક વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. દરમિયાનમાં જાણવા મળ્યું કે ઓહિયો રિવર વેલી, સેન્ટ્રલ નોર્થ ડાકોટા, ટેક્સાસના ભાગો, કેન્સાસ, પૂર્વ મિશિગન અને ફ્લોરિડાના ભાગો પાર્કિન્સન રોગ માટે હોટસ્પોટ હતા.