રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોઈ તેમ દીન પ્રતિદિન ગુના ખોરિનો ગ્રાફ સતત ટોચ પર જઇ રહ્યો છે.ત્યારે આજી ડેમ પાસે આવેલી ખેડૂતના ખુલ્લા પ્લોટ પર કબજો જમાવી ઝુંપડા બાંધી રહેનાર મહિલા સહિત ત્રણ સામે થોરાળા પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્લોટ માલિકે પોતાની રીતે પ્લોટ ખાલી કરાવવાનો પ્રયાસ નિષ્ફળ જતા કલેક્ટર ઓફિસમાં અરજી કરી : આજીડેમ પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી
વિગતો મુજબ થોરાળા પોલીસમાં લેન્ડી ગ્રેબીંગ હેઠળ ફરિયાદ વાગામ (આણંદપર) શેરી નં. 3માં રહેતા ખેડૂત નિર્મળભાઈ મેરામભાઈ કુવાડીયા (ઉ.વ.53)એ આરોપીઓમાં કમળાબેન રમેશ પરમાર, ભાવેશ જેન્તી મકવાણા અને અજિત રણજીત ગોરસવાના આરોપીઓમાં નામ આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, 2003માં મિત્ર જગદીશભાઈ શિયાળ સાથે આજી ડેમ પાસે આવેલો પ્લોટ ખરીદ કર્યો હતો . ત્યારબાદ પ્લોટ ફરતે ફેન્સીંગ કરાવી હતી. ખેતીના કામકાજમાં રોકાયેલા હોવાથી ક્યારેક- ક્યારેક પ્લોટ ખાતે આંટો મારવા જતા હતા.
આઠેક વર્ષ બાદ પ્લોટ ખાતે આંટો મારવા ગયા ત્યારે ત્રણેય આરોપીઓ તેના પરિવાર સાથે ઝુંપડા બાંધીને રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરોપીઓને કોને પૂછીને રહો છો તેમ કહેતા આરોપીઓએ કહ્યું કે આ જગ્યા અમારી માલિકીની છે, જેથી અમે અહીં રહીએ છીએ.ત્યારબાદ તેણે પ્લોટ ખાલી કરાવવાની કોશિષ કરી હતી. પરંતુ સફળતા નહીં મળતા આખરે કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. જેની સુનાવણી થઇ જતાં ગુનો દાખલ કરવાનો હુકમ થયો હતો. જેના આધારે ગઇકાલે આજીડેમ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.કેશ એસીપી ને શોપવામાં આવ્યો છે.