કર્મચારીઓને રજા મુકવા નથી અપાયુ અરજી પત્રક: રજાઓનો ઓનપેપર નથી હિસાબ: ‘અબતક’ સમક્ષ આગેવાનોએ વર્ણવી આપવીતિ
સ્વબચાવ માટે અધિકારીઓ દ્વારા આ સફાઈ કર્મચારીઓ કે જેઓએ દરેક વોર્ડના જવાબદાર અધિકારી પાસે પોતાની નિકળતી રજા માટે રજુઆત કરી પછી જ રજા ભોગવેલ છે છતાં તેઓને કામચોર ગણાવી નોટિસ બજાવવામાં આવેલ છે. જો આ અધિકારીઓ સાચા હોય તો આ નીચે મુજબના પ્રશ્ર્નોનો જવાબ આપે અને મીડિયા સમક્ષ અમને સાથે રાખી સત્ય હકિકત જણાવે દૂધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે કે આ અધિકારીઓ કેટલા ખોટા છે તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, એક પણ વોર્ડમાં એક પણ કર્મચારીઓને સી.એલ.રીપોર્ટ, એફ.એલ.રીપોર્ટ કે મેડિકલ રજા મુકવા માટેની અરજી પત્રક આપવામાં આવતું નથી કે આ રજાઓનો હિસાબ મેનટેન કરવામાં આવતો નથી. ઓન પેપર રજાઓનો કોઈ હિસાબ ન હોવાને કારણે કર્મચારીઓની રજાઓ હોવા છતાં તમારી રજા બધી પુરી થઈ ગયેલ છે. એક પણ રજા નથી તેવું કહી ધપકાવવામાં આવે છે. કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જે રજાઓ ભોગવે તેનો લેખિતમાં કોઈપણ આધાર આપવામાં આવતો નથી. છેલ્લા ત્રણ વર્ષથી એકપણ કર્મચારીની જી.પી.એફ સ્લીપ આપવામાં આવતી નથી જેને કારણે વર્ષ દરમ્યાન કર્મચારીએ કેટલા રૂપિયા જમા થયા કે વ્યાજ સહિત આટલા વર્ષના કુલ કેટલા રૂપિયા જમા થયા તેની ખબર રહેતી નથી.
દરેક વોર્ડમાં કર્મચારીઓની હાજરી પુરવા માટે બે બે મશીનો મુકવામાં આવે છે. જેમાં મોટાભાગના મશીનો બંધ થઈ જવાના કારણે એક જ મશીન ઉપર હાજરી પુરવાનું થતું હોય એક જ વોર્ડના ૬૦ કામદાર હોય તો હાજરી પુરવાનો જે સમય ૬:૩૫નો છે. તે આ મશીનના પ્રોબ્લેમને કારણે કર્મચારી ૬:૪૦ કે ૬:૪૫ સુધીનો થઈ જાય છે અને કર્મચારીએ દિવસનું કામ કયુર્ં હોવા છતાં આ પાંચ કે સાત મિનિટનાં સમય ફેરને કારણે તેનું આખા દિવસનું રોજ તેની ભુલ ન હોવાને કારણે પણ કપાઈ જાય છે. વિગતો આપવા વિનુ વાઘેલા, હિતેષ વાઘેલા, અર્જુન વાઘેલા, યોગેશ વાડોદરા, ભાવેશ ગોરી, ગોપાલભાઈ ઝાલા, દિપક શિંગાળા, પંકજભાઈ ગોરી, પ્રકાશભાઈ વાઘેલા, મુકેશ વાઘેલા, મગન ઝાલા, રાહુલ વાઘેલા, અમૃતવાળા, નરસિંહભાઈ, હેમંતભાઈ ઝાલા, ધનસુખ વાઘેલા, નાઘાભાઈ કબીરા, તુલસીભાઈ વાઘેલા, ગોવિંદ ચૌહાણ સહિતના દરેક વોર્ડના આગેવાનો હાજર રહ્યા હતા.