સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત, શુરા અને દાનવીરોની ભૂમિ..આ ભૂમિમાં અનેક સંતોના પાવન ચરણથી પવિત્ર થઈ રજેરજમાં એમની સુવાસ આજે પણ મહેકે ધન્ય ધરા સોરઠ તણી અમણી જ્યાં રતન પાકતા આવા એવા મહામૂલા સંતો અને મહંતોએ અહી અલખ ધણીની આરાધના કરી પોતાની ધૂણી ધખાવીને દુ:ખિયાના બેલી અને આરધ્યના આરાધક બની નિવાસ કર્યો છે આ ભૂમિમાં શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,કુવો ખોદો તો આખી સરિતા નીકળે.સાવ અલગ તાસીર છે આ ભૂમિની ,મહાભારત વાવો અને ગીતા નીકળે એવી આ ભોમકા એટલે ભગવત ભૂમિ ગોંડલ જ્યાં રણછોડદાસજી બાપુ,દાસી જીવણ ભગત, યોગીજી મહારાજ, શ્રી હરિચરણદાસજી, પ્રમુખસ્વામી મહારાજ અને નાથાબાપા સહિત અનેક વિભૂતિઓએ વિચરણ કર્યું છે. માનવસેવા એજ પ્રભુ સેવાની ધુણી ધખાવનાર સદગુરુ શ્રી રણછોડદારજીના પગલે ચાલનાર અને પટશિષ્ય મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસજીબાપુની ગોંડલ રામજી મંદિર ખાતે તા.1ને બુધવારથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાર દિવસીય ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે આ ધાર્મિક ઉત્સવમાં ભક્તોનું ધોડાપુર ઉમટી પડશે
ગોંડલ રામજી મંદિર ખાતે કાલે 108 કુંડી યજ્ઞનો પ્રારંભ: રાજવી પરિવારના હિમાંશુસિંહના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, મંત્રી કુંવરજી બાવળીયા, રાઘવજી, સાંસદ રમેશભાઈ, મોહનભાઈ, રામભાઈ, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત રાજકીય અને સામાજીક આગેવાન તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહેશે
ગોંડલ સ્થિત રામજી મંદિર હજારો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.જ્યા સદગુરુદેવ રણછોડદાસજીના અદ્રશ્ય આશીર્વાદ અને ગુરૂદેવ હરિચરણદાસજીની નિશ્રામાં દાયકાઓ થી ભજન, ભોજન અને દરિદ્રનારાયણની સેવાના ત્રિવેણી સંગમ સાથે કાર્યરત છે. સેવાની ધુણાને મહંત જયરામદસજીએ . આગળ ધપાવીને સાધુ ભોજન, ભંડારા અને નિત્ય પૂજા – અર્ચન કરવામાં આવે છે. શ્રી હરિચરણદાસજી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો તા. 01 ને બુધવારે સવારે 108 કુંડી મહાયજ્ઞની શરૂઆત થશે, જેમાં દેહશુદ્ધિ ત્યાર બાદ બપોરે 4.00 વાગ્યે ધામેધૂમે રામજી મંદિરેથી શ્રી હરીચરણદાસજી મહારાજની મૂર્તિની શોભાયાત્રા પ્રસ્થાન ગોંડલના મહારાજ હિમાંશુસિંહના હસ્તે થશે અને સમગ્ર ગોંડલ શહેર ના મુખ્ય રાજમાર્ગો પર નગરયાત્રા સ્વરૂપે ફરશે. ઠેર ઠેર દરેક સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા ભવ્યાતીભવ સ્વાગત અને ભવ્ય આતશબાજી કરાશે સાથે. નગરજનો યાત્રામાં જોડાશે. આ ઉપરાંત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમજ પધારેલા સાધુ સંતો દ્વારા આશીવચન પાઠવવામાં આવશે સમસ્ત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાશે.જ્યાંરે તા. 02/08/2023 ને શ્રી રામ યજ્ઞ જે 3 દિવસ સવારે 9.00 થી 1.00 અને બપોરે 3.30 થી સાંજ ના 6.00 વાગ્યે યજ્ઞની આવૃત્તિ આપવામાં આવશે તા. 02 ને ગુરુવારે સવારે 9.00 વાગ્યે ગરીબોને આશીર્વાદ સમી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે અને હરિચરણદાસજી મહારાજના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે મહામંડલેશ્વર ડોક્ટર સ્વામી રામેશ્વરદાસજી, રાઘવાચાર્યજી, ઘનશ્યામજી, રઘુરામબાપા – વીરપુર સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.
તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ – કુંવરજી બાવળીયા – મુળુભાઈ બેરા – રાઘવજી પટેલ – ભાનુબેન બાબરીયા , સંસદ સભ્ય રમેશ ધડુક – મોહન કુંડારીયા , રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહીત રાજકીય તથા સામાજિક આગેવાનો આ મહોત્સવ નો લાભ લેશે. તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે રામ હોસ્પિટલ ખાતે એક દિવસ ઓપરેશન સિવાયની તમામ સારવાર નિશુલ્ક કરવામાં આવશે. શ્રી રામજી મંદિરના મહંત જયરામદસજી બાપુના માર્ગદર્શન હેઠળ રામજી મંદિર ટ્રસ્ટ પરિવાર અને ગુરુભાઇ ઓ દ્વારા ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે જય મત ઉઠાવી રહ્યા છે. આ ધાર્મિક ઉત્સવમાં દેશ વિદેશથી મોટીસંખ્યા માં હરિભક્તો જોડારો, શહેર ના તમામ ધર્મ પ્રેમી જનતાને આ કાર્યક્રમ નો લાભ લેવા શ્રી રામજી મંદિરના મહંત જ્યરામદસજી બાપુએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
માનવ મંદિર સમાન હોસ્પિટલનું નિર્માણ કરી છેવાડાના માનવી માટે સેવાની જયોત પ્રગટાવી
પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં બ્રાહ્મણ કુળમાં થયો હતો. કહેવાય છે કે, પુત્રનાં લક્ષણ પારણાંમાં એમ ગુરુદેવને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી ગૃહત્યાગ ખૂબ નાની વયે જ કર્યો હતો. 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ. ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત જે ગુરુદેવ રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતોઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ 1954માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી. ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, સેવાયજ્ઞની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે. ગોંડલ ખાતે ગ્રામ્ય પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સુખાકારી માટે માનવ મંદિર સમાન શ્રી હરિચરણદાસજી બાપુએ વર્ષ 2004 માં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું.
આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધારે ઓ.પી.ડી, 1.40 લાખથી વધુ દાખલ દર્દીઓને સારવાર આપવામાં આવી અને 12 લાખથી વધુ લોકો નિશુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે. આંખનાં 67 હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ઉપરાંત મહારાજશ્રી ની વિવિધ સંસ્થાઓ જેવી કે માનવ આપદા રાહત ટ્રસ્ટ, શ્રી હરિધામ આશ્રમ-ગોરા, આદિવાસી સંસ્કાર કેન્દ્ર ગોરા, શ્રી ગુરુ હરીચરદાસજી મહારાજ જન સહકાર ટ્રસ્ટ-વડોદરા શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિર-ઋષિકેશ, ઉત્તરાંચલ, શ્રી સદગુરુ સંત સેવા આશ્રમ કર્ણપ્રયાણ જોશીમઠ પાસે, શ્રી જલારામ અન્નક્ષેત્ર-પાંડુપેશ્વર બદ્રીનાથજી પાસે, શ્રી સદગુરુ સેવા આશ્રમ-બનારસ, સદગુરુ શ્રી રણછોડદાસજી બાપુ સમાજ સેવા ટ્રસ્ટ-અયોધ્યા, શ્રી સ્વામી રણછોડદાસજી મહારાજ આશ્રમ ટ્રસ્ટ- ઈન્દોર વગેરે ટ્રસ્ટમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ બ્રામ્હલીન થયા બાદ મહંત શ્રી જયરામદાસજી મહારાજ સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારી રહ્યા છે.
વિદ્વાન શાસ્ત્રી કૌશિકભાઇના આચાર્ય પદે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ચિત્રકૂટ ખાતે શ્રી રણછોડદાસજી બાપુના યજમાન પદે 77 વર્ષ પહેલા રઘુવીર મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના પ્રખર અને વિદ્વાન શાસ્ત્રી સ્વ શ્રી વ્રજલાલજી નાનજીભાઈ ત્રિવેદીના આચાર્ય પદે યોજાયો હતો. ઉપરાંત શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા થી ન્યારા,પુષ્કર, ચિત્રકૂટ અને વાંસદા સહિતના ધાર્મિક સ્થળોએ શ્રી વ્રજલાલજી શાસ્ત્રી અને તેમના પૌત્ર કૌશિકભાઈ અનંતરાય શાસ્ત્રી દ્વારા ધાર્મિક ઉત્સવ યોજવામાં આવ્યા છે. તેમજ ભારત વર્ષના સુપ્રસિદ્ધ મંદિરો બગદાણા, સાંદિપની (પોરબંદર) અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ની શ્રી વ્રજલાલ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી કૌશિકભાઈ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.
શ્રી હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં વર્ષ 2013માં ચિત્રકૂટ ખાતે 108 કુંડી રામ મહાયજ્ઞ ,ગોંડલ ખાતે 108 કુંડી રામ મહાયજ્ઞ,108 ભાગવત મહોત્સવ સહિત અનેક ધાર્મિક ઉત્સવો શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદી ના આચાર્ય પદે યોજવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રાજકોટ રાજ પરિવારના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાની રાજતિલક વિધિ શાસ્ત્રી કૌશિકભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ દેશ વિદેશના જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા ધાર્મિક વિધિ શાસ્ત્રી કૌશિકભાઈ દ્વારા કરાવવામાં આવી રહી છે. બ્રહ્મલીન શ્રી હરિચરણદાસજી બાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 108 કુંડી યજ્ઞના આચાર્ય કૌશિકભાઈ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે