અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને કરુણારત્ને 15 રન બનાવી આઉટ થયો હતો. પાથુમ નિશંકા 46 અને કુશલ મેન્ડિસે 39 બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. બન્નેના આઉટ થયા પછી ટીમનો કોઇ પ્લેયર મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. સદીરા સમરવિક્રમાએ 39, મહેશ તીક્ષણાએ 29, એન્જલો મેથ્યુસે 23 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફજલહક ફારુકીએ 4 અને મુજીબ ઉર રહમાને 2 વિકેટ ઝડપી હતી. હાલ જે રીતે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે તેની પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે અફઘાનિસ્તાનના બેટ્સમેનો દ્વારા જે સુજબુજ થી બેટિંગ કરવામાં આવી છે તેનાથી ધૂરંધર ટીમ પણ હેરાન પરેશાન થઈ ચૂકી છે.
શ્રીલંકાને 7 વિકેટથી હરાવી સેમિફાઇનમાં પહોંચવાની આશા જીવંત રાખી
બોલરોના શાનદાર પ્રદર્શ પછી અઝમતુલ્લા 73, રહમત શાહ 62 અને હશમતુલ્લાહ શાહિદી 58 ની અડધી સદીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકા 49.3 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ત્રીજો અપસેટ સર્જ્યો છે. ઇંગ્લેન્ડ, પાકિસ્તાન પછી હવે શ્રીલંકાને હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને આવી ગયું છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ગુરબાઝ પ્રથમ ઓવરમાં જ મદુશંકાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ઇબ્રાહીમ ઝાદરાન 39 અને રહમત શાહે 62 બાજી સંભાળી હતી. બન્નેએ 73 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 58 અને અઝમતુલ્લાએ 73 અડધી સદી ફટકારી ટીમની જીત અપાવી હતી. બન્નેએ 111 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. શ્રીલંકા તરફથી મદુશંકાએ 2 અને રંજીથાએ 1 વિકેટ ઝડપી હતી.