દિવાળી ના પર્વને માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડતી વખતે વાલીઓએ તેના બાળકોની દેખરેખ રાખવી અનિવાર્ય છે જો દેખરેખ ન રાખે તો મોટી દુર્ઘટના બનવા પામે છે. ત્યારે વાલીઓ માટે ચિંતાજનક બનાવ ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે જેમાં રૈયા રોડ પર રહેતા પરિવારનો 11 વર્ષનો તરૂણ તેના મિત્ર સાથે ફટાકડા ફોડી ફુલઝર સળગાવી રહ્યો હતો ત્યારે અકસ્માતે તે ફુલઝર તેના શર્ટમાં અડી જતા કરોડ ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તબીબો દ્વારા તેની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

બંને મિત્રો ફૂલઝર કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે તરુણ નો શર્ટ સળગી જતા ઘટના ઘટી

આ અંગેની મળતી માહિતી અનુસાર રૈયા રોડ પર રહેતા મહેન્દ્રભાઈ મારું નો પુત્ર જયરાજ મારું (ઉ.વ.11) એક સપ્તાહ પૂર્વે તેના ઘર પાસે તેના મિત્ર સાથે ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે ફુલઝર કરતી વેળાએ અકસ્માતે જયરાજનો શર્ટ સળગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ તબીબો દ્વારા તેને બન્સ વિભાગમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ સ્થિતિ વધુ ગંભીર લાગતા તેને ગઈકાલે બન્સ વિભાગમાં એડમિટ કરી દેવામાં આવ્યો હતો. હાલ પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા બનાવાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.