મધરાત્રિથી શંત્રુજય તીર્થયાત્રા: આદિશ્ર્વર દાદાના દરબારમાં દર્શન સેવા પૂજા સાથે ભકતોએ પૂણ્યનું ભાથુ બાંધ્યું: પાલમાં સાધાર્મિક ભકિત: ગામે-ગામે જિનાલયોમાં ભાવયાત્રા
દાદા આદિશ્ર્વરજી દૂરથી આવ્યો દર્શન દયો…ની ભકિતસભર વિનંતી સાથે મધરાત્રિથી છ ગાઉની જાત્રાનો પ્રારંભ થયો હતો. મધ્યાંતર સુધીમાં ભાવિકો યાત્રા પૂર્ણ કરી પરત ફરી રહ્યા છે અને પાલનો લાભ લઈ પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. શંત્રુજયગિરિરાજ સીટી ઓફ ટેમ્પલ અર્થાત મંદિરોનું નગર કહેવાય છે. શત્રુંજયના દાદાની ટુંક સમુદ્રની સપાટીથી ૧૦૭૭ ફુટની ઉંચાઈ પર છે, તળેટીથી રામપોળ સુધીનો રસ્તો ૩ કિલોમીટર છે અને પગથીયા ૩૭૪૫ છે.
શાંબ-પ્રદ્યુમન આજના શુભ પવિત્ર દિવસે શ્રી શત્રુંજય તીર્થની છ ગાઉની પ્રદક્ષિણા ફરાય છે. લોકોમાં આ દિવસ ઢેબરા તેરસ તરીકે પ્રખ્યાત છે. પણ આપણા લોકોત્તર શાસનના આજના મહાન દિને શાંબ અને પ્રદ્યુમન આદી સાડા આઠ ક્રોડ મુનિઓ મોક્ષમાં પધાર્યા છે. છ ગાઉની યાત્રામાં આવતા ભાડવાના ડુંગર (સદ્ભદ્ર) ઉપર આ બન્ને મહાન મુનીઓના પગલા છે. યાત્રીઓ અહીં છ ગાઉની ફેરી દ્વારા આવી આ પગલાના ‘નમો સિઘ્ધાણ’ કરી દર્શન-નમન કરે છે, ચૈત્યવંદન કરે છે.
દાદાની ટુંકમાં વિધિપૂર્વક યાત્રા કર્યા બાદ રામપોળના દરવાજેથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની પ્રદક્ષિણા શ‚ થાય છે. થોડુ જ ચાલતા એક દેરીમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા છ મુનિઓની ઉભી પ્રતિમાઓ છે. દેવકીના છ પુત્રમુનિઓએ છે વાસુદેવની પત્ની દેવકીના છ પુત્રો અને વાસુદેવ શ્રી કૃષ્ણના સહોદરો. દેવકીના ભાઈ કંસના મારી નાખવાના ડરથી આ છ એ કુમારોએ સંસારતારિણી દીક્ષા લીધી. આ છ મુનિવરો કેવળજ્ઞાન પામી શ્રી શત્રુંજયગિરિરાજ પર મોક્ષમાં સિધાવ્યા.
ઉલ્કાજળ
બંધુ ધર્મ‚ચી ! અહીંથી નીચે ઉતરતા આગળ “ઉલ્કાજળ નામે પોલાણ આવે છે. પૂર્વેશ્રી આદિશ્ર્વરદાદાનું ન્હવણ જળ જમીના થઈ આવતું હતું. એવી વાતો સંભળાય છે. હાલમાં તો પૂજારીઓ આ પવિત્ર દિવસે દાદાનું ન્હવણ જળ લઈ અહિં લઈ આવે છે.
ચિલ્લણ-ચંદન તળાવડી ભગવાન ઋષભદેવના શાસનમાં મતાંતરે ભગવાન મહાવીરદેવના શાસનમાં ચિલ્લણ નામના મુનિ થઈ ગયા. એઓ શ્રી સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પર પધારેલા. તારક તિર્થ પર યાત્રિકો જુદા-જુદા રસ્તેથી હર્ષપૂર્વક ગિરિરાજ ચડતા હતા. એ વખતે તૃષાતુર થાય. તૃષાતુર સંઘના પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ. સંઘના લોકોનું સાનિધ્ય ઈચ્છતા મુનીઓ સંઘની વિનંતીથી પોતાની તપલબ્ધિ જળનું મોટું તળાવ બનાવ્યું એનું નામ ચિલ્લણ (અપભ્રંશ તાં ચંદન) તળાવ પડયું. આ તળાવના જળના સની, પાની, જિન અભિષેકી પાપો દૂર થાય છે.
મુંબઈ, વલસાડ, વલ્લભીપુર, ભાવનગર, ખંભાત, સુરેન્દ્રનગર, જેસર, ચેન્નાઈ, રાજસન, મહુવા, પાલીતાણા, મહુડી, રાજકોટ, બેચરાજી, લતીપુર, સુરત વિગેરે મળી કુલ પાકા ૨૦ અને મંડપવાળા ૭૭ પાલ (સ્ટોલ) મળી ૯૭ પાલમાં શુધ્ધ જૈન ભોજન-પ્રસાદની સવારે ૯-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ સુધી સળંગ વ્યવસ ગોઠવાયેલ હોય છે. જૈન વાનગીઓમાં ઢેબરા, પૂરી, થેપલા, દહિં, રાજસની, લચ્છી, ખાખરા, સેવ-ગાંઠીયા, મંગૂર, તરબુચ, ચા-દૂધ-કોફી, લીંબુ પાણી, કેસર-તજ-લવીંગ-સાકરનું પાણી, વિ.વાનગીઓ દરેક પાલમાં આગ્રહપૂર્વક યાત્રાળુઓને આમંત્રીત કરી, પુરેપુરા આતિથ્યભાવી બેસાડીને પિરસવામાં આવે છે. યાત્રાળુઓને આરામ માટે પાલના સ્ળે વિશાળ ડોમ ઉભા કરાયેલ છે. જ્યાં દહેસરમાં પૂજા કરવા માટે ભાઈઓ-બહેનોને કપડાની પૂજા જોડની વ્યવસ પણ કરાયેલ છે. શેત્રુંજય પર્વત ઉપર સાડા ત્રણ હજાર પગીયા ચડી, આદેશ્ર્વર દાદાના દરબારમાં દર્શન-સેવાપૂજા, નાના-મોટા અંદાજીત ૧૨૫૦ દહેરાસરના દર્શનનો લાભ, આતિથ્યભાવના અને સંઘ પૂજનનો લાભ લેવા માટે દેશ-પરદેશની લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આદપુર સિધ્ધવડ ખાતે યાત્રિકોની ભક્તિ માટે ઉભા કરવામાં આવેલ કુલ ૯૭ પાલમાં આતિથ્યભાવના પામવી એ પણ જીંદગીનો એક મોટો લ્હાવો છે.