શરદ પૂનમના પવિત્ર દિવસે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે નરેન્દ્ર મોદી દ્વારા લિખીત “માડી ગરબા પર ડ્રગ્સના દુષણ સામે યુવાઓ અને વિદ્યાર્થીઓને જાગરૂક કરવાના ઉદ્ેશથી એક ભવ્ય રાસોત્સવનું આયોજન કરાયું છે. જેની રેસકોર્ષ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ છે. ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા સહિતની ટીમ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં થતી તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે.આવતીકાલે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં માડી ગરબામાં જન મેદની ઊમટી પડશે.
એક લાખ ખેલૈયા ’માડી ગરબા’ના તાલે ઝૂમીને નવો વિશ્વ વિક્રમ સર્જશે
આવતી કાલના આયોજનમાં બોલીવુડના જાણીતા ગાયક અને ગરબા સ્પેશ્યાલીસ્ટ પાર્થિવ ગોહીલ અને તેમની ટીમ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખીત “માડી ગરબા પર ડ્રગ્સના દુષણ સામે યુવાઓ અને વિદ્યાર્થીઓને જાગરૂક કરવાના ઉદ્ેશથી એક ભવ્ય રાસોત્સવનું આવતીકાલે સાંજે 7:00 કલાકે આયોજન કરાયું છે. જેમાં 1 લાખથી વધુ શહેરીજનોને એકત્રીત કરી ડ્રગ્સ વિરોધી સંકલ્પ કરી ગરબા રમવાનો વિશ્વ વિક્રમ સ્થાપવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય આયોજક તરીકે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટના ઇન્ક્રેડીબલ ગૃપ છે.
આ અંગે મુખ્ય આયોજક પૈકીના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા જણાવે છે કે, એક સાથે એક લાખથી વધુ લોકો ગરબાના તાલે ઝુમશે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઉપરાંત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ – લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડસમાં આ વિશ્વ વિક્રમની નોંધ લેવાય તેવો આ પ્રથમ અવસર હશે. આ કાર્યક્રમના આયોજનને પ્રોત્સાહિત કરવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો હાજર રહેશે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગરબો “માડી ઉપર જાણીતા બોલીવુડ સિંગર પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ રાજકોટ શહેરની જનતાને ગરબાના તાલે ઝુલાવશે. શરદ પૂનમના પવિત્ર દિવસે માં શક્તિની આરાધના સ્વરૂપે વડાપ્રધાન દ્વારા લખાયેલ ગરબાને ઘર-ઘર સુધી અને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે, તેમજ એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉદ્ેશ્યથી આ આયોજન કરવામાં આવેલું છે.
આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, આયોજનમાં સાવચેતી અને ખેલૈયાઓની સુરક્ષાના ભાગરૂપે કાર્યક્રમના સ્થળ પર 30 મેડિકલ ટીમો અને 10 એમ્બ્યુલન્સની સેવા ઉપરાંત ગાર્ડી વિદ્યાપીઠના 100 ડોક્ટર્સ અને 100 નર્સ સેવામાં તૈનાત રહેશે.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરિમલભાઇ પરડવા તેમજ ઇન્ક્રેડીબલ ગૃપના અતુલભાઇ વાઘેલા તેમજ યોગીભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ભાજપા શહેરના કાર્યકરો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્ેદારો અને શાળા સંચાલકો તેમજ ઇન્ક્રેડીબલ ગૃપના તમામ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
નરેન્દ્ર મોદી લિખિત ગરબાના કાર્યક્રમમાં ઉમટી પડવા અનુરોધ કરતાં મુકેશ દોશી
રાજકોટમાં આવતીકાલે ’માડી’ગરબા પર એક લાખ લોકોના રાસનો અદભૂત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને તેમાં અનેકવિધ રેકોર્ડ થશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા તથા ટીમ દ્વારા આયોજીત કાર્યક્રમને ‘માડી’ નામ આપવામાં આવ્યુ છે અને તેમાં ગરબા રમવાનો વર્લ્ડ રેકોર્ડ થશે. રેસકોર્ષ મેદાનમાં એક સાથે એક લાખ લોકો વડાપ્રધાન મોદી લિખિત ‘ગરબો’ પર રાસ રમશે. ત્યારે આ કાર્યક્રમમાં શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમમાં આ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. બોલીવુડ સિંગર અને ગરબા સ્પેશ્યાલીસ્ટ પાર્થિવ ગોહિલ આ ગરબાના તાલે એક લાખ લોકોને ઝુમાવશે. રાસની રમઝટ બોલાવશે.